Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કોરોનાની એન્ટિબાયોટિક દવાનું સેવન ખૂબ ખતરનાક

ગરીબ દેશોમાં આ દવાઓનો વ્યાપક માત્રમાં ઉપયોગ : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોવિડ-૧૯ની માહિતી આપવામાં ચીનની અવળચંડાઈ, આ દવા જીવલેણ સાબિત થઈ શકે

ન્યૂયોર્ક, તા. ૩  : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબ્લ્યુએચઓ)એ કોરોના વાયરસની બીમારીનો સામનો કરવા માટે એન્ટિબાયોટિકનો વધુ ઉપયોગ કરવાને લઈને ચેતવણી આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રેસિયસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું  એન્ટિબાયોટિક દવાનો વધારે પડતો ઉપયોગ ખતરનાક બેક્ટેરિયાની પ્રતિકારક ક્ષમતા વધી જાય છે. આ દવા જીવલેણ સાબિત થઈ શકે છે. હકીકતમાં એક સમય એન્ટિબાયોટિક દવાઓનું વધુ સેવન કરવાથી ખતરનાક બેક્ટેરિયા મજબૂત થઈ જતો હતો. ગેબ્રેસિયસનું કહેવું છે કે કોરોના વાયરસના ફક્ત એ દર્દીઓની સારવારમાં એન્ટિબાયોટિકની જરુરત હોય છે, જેમને બેક્ટેરિયાનો ચેપ લાગવાનો ખતરો સૌથી વધુ હોય છે. પરંતુ આ પ્રકારના દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી હોય છે. બાકી ઓછા ગંભીર દર્દીઓને એન્ટિબાયોટિક થેરેપી આપવી જોઈએ નહીં.

ગ્રેબ્રેસિયસનું કહેવુ છે કે આપણા સમયના સૌથી મોટા પડકાર પૈકી એક એન્ટિમાઇકોબિયલ પ્રતિકારનો ખતરો છે. એ સ્પષ્ટ છે કે દુનિયા ગંભીર રુપથી એન્ટિમાઇક્રોબિયલ દવાઓનો ઉપયોગ કરવાની ક્ષમતા ગુમાવી રહી છે. જોકે, કેટલાય ગરીબ દેશોમાં આ દવાઓનો ખૂબ વ્યાપક માત્રમાં ઉપયોગ થઈ રહ્યો છે. બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ ચીનથી પરેસાન થઈ ગયું છે, કારણ કે ચીન કોરોના સંદર્ભેની માહિતી સંગઠનને આપી રહ્યું નથી. આ દાવો ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

           એમાં કહેવાયું હતું કે ચીન ડબ્લ્યુએચઓની સાથે વુહાન લેબની માહિતી આદનપ્રદાન કરવા ઈચ્છતું નથી. ચીને કોરોના સાથે જોડાયેલા જીનેટિક મેપ, જીનોમની સંરચના સંલગ્ન મહત્વના તથ્ય કેટલાય સપ્તાહથી છુપાવીને રાખ્યા છે. એવી શંકા છે કે ચીને શોધેલી કેટલીક માહિતી ડબ્લ્યુએચઓથી છુપાવી છે. ડેટા શેર કરવાને લઈને ડબ્લ્યુએચઓના અધિકારીઓ અને ચીનના સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચેના ઇમેઇલ થકી કેટલીક વાર વાતચીત થઈ હતી. ડબ્લ્યુએચઓ એ એક ઈમેઈલમાં લખ્યું હતું કે ચીનની આ અવળચંડાઈથી રસીની શોધની શરુઆતમાં વિલંબ થયો છે. ડબ્લ્યુએચઓ એ ઇટાલીના ડોક્ટરનિ દાવાને ફગાવી દેતાં કહ્યું છે કે કોરોના હજુ કમજોર થયો નથી. એટલા માટે બેદરકારી રાખવી જોઈએ નહીં. ઇટાલીના ટોપના ડોક્ટર અલ્બર્ટો જેંગરીલોએ કહ્યું હતું કે તેમના દેશમાં મેડિકલ સ્તર પર કોરોનાનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું છે.

(9:09 pm IST)