Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પશુ દુર્વ્યવહારનો સૌથી ક્રૂર રૂપ

પ્રેગ્નન્ટ હાથણીને લોકોએ ફટાકડા ભરેલું પાઈનેપલ ખવડાવ્યું: તડપી-તડપીને થયું મોત

કાંચી, તા.૩: કેરળમાં એક પ્રેગ્નેંટ માદા હાથીએ પશુ દુર્વ્યવહારનો સૌથી ક્રૂર રૂપનો સામનો કર્યા પછી, ગયા બુધવારના રોજ તેનું મોત થઈ ગયું. માદા હાથીએ એક પાઈનેપલ ખાધું હતું, જેમાં ઘણાં ફટાકડા ભર્યા હતા અને તે માદા હાથીને તે પાઈનેપલ ત્યાંના અમુક લોકો દ્વારા આપવામાં આવ્યું હતું. પ્રેગ્નેંટ માદા હાથીના મોઢામાં જ તે પાઈનેપલ ફાટી ગયું. જેને કારણે તેનું મોઢું ખૂબ જ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈ ગયું હતું. ઉત્તરી કેરળના મલપ્પુરમ જિલ્લામાં એક વન અધિકારી દ્વારા સોશિયલ મીડિયા પર માદા હાથીની ભયાનક મોતનું વિવરણ સાંભળ્યા પછી આ ઘટના સામે આવી છે.

આ માદા હાથી ભોજનની શોધમાં જંગલથી બહાર પાસેના ગામમાં આવી પહોંચી હતી. તે ગામના રસ્તાઓ પર ફરી રહી હતી, ત્યારે જ ત્યાંના અમુક લોકોએ તેને માદા હાથીને ફટાકડાથી ભરેલું પાઈનેપલ ખવડાવી દીધું. વન અધિકારી મોહન કૃષ્ણને પોતાની ફેસબુક પોસ્ટ પર લખ્યું, માદા હાથીએ સૌ પર વિશ્વાસ કર્યો. જયારે તેના મોઢામાં તે પાઈનેપલ ફાટ્યું હશે તો તે ખરેખર ડરી ગઈ હશે અને પોતાના બાળક વિશે વિચારી રહી હશે, જેને તે ૧૮ થી ૨૦ મહિનામાં જન્મ આપવાની હતી.

પાઈનેપલમાં નાખવામાં આવેલા ફટાકડા એટલા ખતરનાક હતા કે તેની જીભ અને મોઢું ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. માદા હાથી આખા ગામમાં પીડા અને ભૂખને લઈ ફરતી રહી અને પોતાની ઈજાને કારણે તે કશુ ખાઈ પણ શકી નહીં. તેમણે લખ્યું, તેણે કોઈ પણ વ્યકિતને નુકસાન પહોંચાડ્યું નહીં, ત્યારે પણ નહીં જયારે તે અતિશય પીડામાં હતી. તેણે એકપણ ઘરને તોડ્યું નહીં. તે ખૂબ જ સારી હતી.

આખરે તે વેલિન્યાર નદીમાં જઈને ઊભી રહી ગઈ. તસવીરોમાં માદા હાથી પાણીમાં ઊભી નજર આવી રહી છે. તેણે પોતાનું મોઢું પાણીમાં નાખી રાખ્યું હતું. કદાચ એવું કરવાથી તેને પીડામાં થોડી રાહત મળી હોય. વન વિભાગના ઓફિસરે કહ્યું કે, કદાચ તેણે એવું એટલા માટે કર્યું હશે કે માખીઓ તેની ઈજા પર બેસે નહીં.

વન વિભાગ તેમની સાથે બે હાથીઓને લઈ ગયા જેથી તે નદીમાંથી બહાર આવી શકે પણ તેણે એવું કર્યું નહીં. તેણે કોઈને પાસે આવવા દીધા નહીં. અધિકારીઓ દ્વારા કલાકો સુધી પ્રયાસો કરવા છતાં તે પાણીમાંથી બહાર આવી નહીં અને ૨૭ મેના રોજ બપોરે ૪ વાગ્યે પાણીમાં જ ઊભા ઊભા તેનું મોત થઈ ગયું.

જે ડોકટરોએ માદા હાથીનું પોસ્ટમોર્ટમ કર્યું તેમણે જણાવ્યું કે તે એકલી નહોતી. તે પ્રેગ્નેંટ હતી. વન વિભાગે તેના અંતિમ સંસ્કારમાં તેની સામે ઝૂકી તેને સન્માનની સાથે વિદા કરી.

(4:25 pm IST)