Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

જેમ શરીર વધે છે તેમ માથું મોટું થતું જાય છે

મોટા માથાવાળી ૯ મહિનાની બાળકીને ત્યજી દઇને માતા પલાયન થઈ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં તા. ૧૮- ૮- ૨૦૧૯ ના રોજ નસવાડી સરકારી દવાખાનામાં મોટા માથાવાળી બાળકીનો જન્મ થયો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતાં સૌ અચરજ પામ્યા હતાં. સંખેડા તાલુકામાં વાસણા વસાહત ૨ માં રહેતા કિરણભાઈ તડવીના ઘરે તેમના પત્નીને ડીલેવરી થતા મોટું માથું ધરાવતી બાળકીનો જન્મ થયો હતો. જે અંગે હાજર તબીબોએ પણ ચિંતા વ્યકત કરી હતી. અને દિવસે ને દિવસે બાળકીનું માથું વધારે મોટું થતાં તેની માતા તેને તરછોડીને પિયર ચાલી ગઇ હતી. હાલમાં આ બાળકની સારસંભાળ બાળકીના પિતા તથા દાદા-દાદી તેની સારસંભાળ રાખી રહ્યા છે. તેને ઉછેરીને પાલનપોષણ કરીને તેનો ભાર ઉઠાવી રહ્યા છે. આ અંગે બાળકીના પરિવારજનોને કોઈ આરોગ્યલક્ષી જ્ઞાન ન હોય આરોગ્ય તંત્ર તરફ્થી કોઇ ધ્યાન દોરાય અને માર્ગદર્શન મળે તેની રાહ પરિવારજનો જોઈ રહ્યા છે. પરિવારજનો ગરીબ હોય અને કોઇ સારવાર કરાવી શકવાની પરિસ્થિતિ ન હોય જેથી સરકાર તરફ્થી સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. વડદલાના સામાજિક કાર્યકર્તા સુભાષભાઈ વણકર દ્વારા સમગ્ર ઘટનાની વિગતો બહાર આવી તેઓ પણ આ ગરીબ પરિવારને સહાય મળે તેવી અપીલ કરી છે.

(11:24 am IST)