Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

બહુચર્ચિત જેસિકા લાલ મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મનુ શર્માને મુકિત મળી

૧૯૯૯માં એક પાર્ટીમાં ડ્રિન્ક સર્વ ન કરવાને લીધે મનુ શર્માએ મોડેલ જેસિકાની હત્યા કરી હતીઃ જેસિકાની નાની બહેને આરોપીને માફી આપીઃ જે પછી તિહાર જેલમાંથી આશરે ૧૬ વર્ષ પછી મુકત કરાયો

નવી દિલ્હી, તા.૩: બહુચર્ચિત જેસિકા લાલ મર્ડર કેસમાં ઉમરકેદની સજા કાપી રહેલા મનુ શર્માને સોમવારે તિહાડ જેલમાંથી મુકત કરવામાં આવ્યો છે. દિલ્હી સજા સમીક્ષા બોર્ડે જેસિકા લાલ હત્યાકાંડમાં જનમટીપની સજા કાપી રહેલા મનુ શર્માની સમય પહેલા મુકિત માટે ભલામણ કરી હતી.

સજા સમીક્ષા બોર્ડ દ્વારા સજા માફી માટે છ વાર નામની ભલામણ કર્યા પછી દિલ્હી ઉપરાજયપાલ અનિલ બૈજલે અંતિમ અરજીને સ્વીકાર કરતા સજા માફ કરી હતી. મનુ શર્માને દિલ્હીની તિહાર જેલમાંથી ૧૮ અન્ય કેદી સાથે મુકત કરાયો હતો.

પૂર્વ કેન્દ્રીય મંત્રી વિનોદ શર્માના પુત્ર મનુ શર્માએ ૩૦ એપ્રિલ ૧૯૯૯ના રોજ એક પાર્ટીમાં ડ્રિન્ક સર્વના કરતા રોષે ભરાઇન મોડલ જેસિકા લાલની હત્યા કરી નાંખી હતી. આ હત્યાકાંડમાં આરોપી મનુ શર્માને ઉમરકેદની સજા થઇ હતી. ૨૦૧૮માં જેસિકાની નાની બહેન સબરીના લાલે મનુ શર્માને માફી આપતા તેને મુકત કરવા સામે કોઇ વાંધો ન હોવાની સ્પષ્ટતા કરી હતી.

જેસિકા લાલ હત્યા કેસમાં આરોપ મનુ શર્માએ આશરે ૧૬ વર્ષ સજા ભોગવી હતી.

(11:20 am IST)