Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

શુક્રવારે વટસાવિત્રી પૂનમ અને ભેગું ચંદ્રગ્રહણ

સૌભાગ્યવતીઓ પતિના દીર્ઘાયુ માટે વ્રત પાળશે, પણ પ્રવર્તમાન સંજોગોમાં વડપૂજન મુદ્દે અસમંજસઃ વૃશ્ચિક રાશિમાં થનારૃં ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, છાયાગ્રહણ હોય પાળવાનું રહેશે નહીં

નવી દિલ્હી તા. ૩ : કોરોના મહામારીના સંક્રમણ વચ્ચે હવે વેપાર, રોજગાર, બજાર ધીરેધીરે ખૂલી રહ્યા છે. કેન્દ્ર સરકારે લોકડાઉનના આ પાંચમા તબક્કામાં વિવિધ છૂટછાટો સાથે જનજીવન ફરી પાટે ચડે એ માટેના પ્રયાસો કર્યા છે. એવામાં હવે લોકડાઉનના આ દોર વચ્ચે હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતી વટસાવિત્રી વ્રતની પૂનમ મનાવાશે. દરમિયાન સૌભાગ્યવતી સ્ત્રી પતિના દીર્ઘાયુ માટે વ્રત પાળશે. પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં વડની પૂજાને લઇને અસમંજસની સ્થિતિ સર્જાઈ રહી છે. બીજી બાજુ પૂનમની આ મધરાતે વૃશ્ચિક રાશિમાં ચંદ્રગ્રહણ પણ થશે. આ ચંદ્રગહણ ભારતમાં દેખાશે. પરંતુ છાયાગ્રહણ હોવાથી ધાર્મિક રીતે પાળવાનું રહેશે નહીં.

બ્રહ્માંડમાં સમયાંતરે સર્જાતી ત્રણની ખગોળીય ઘટનાને પગલે વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકોમાં ભારે કુતૂહલ જોવા મળે છે. આવો જ એક આકાશી નજારો આગામી શુક્રવારે ૫ જૂનના રોજ મધરાતે જોવા મળશે. શાસ્ત્રી ડો. કર્દમ દવેના જણાવ્યા મુજબ, જેઠ સુદ પૂનમના સુકવારે પ જૂનના રોજ વૃશ્ચિક રાશિમાં ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે. ચંદ્રગરહણનો સ્પર્શ રાત્રિએ ૧૧.૧ ૬ વાગ્યે થશે. જયારે મધ્ય ૧ ર,પપ વાગ્યે અને મોક્ષ ૨.૩૪ વાગ્યે થશે. ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, એશિયા. યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકાના પૂર્વ ભાગ, હિન્દ મહાસાગર, પેસીફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગરમાં આ ગ્રહણ દેખાશે. આ ગ્રહણ ભારતમાં પણ દેખાશે. પરંતુ માદ્ય (છાયા) ગ્રહણ હોવાથી શાસ્ત્રોકત-ધાર્મિક રીતે પાળવાનું રહેતું નથી. જેથી મંદિરોમાં કે ઘરમાં તેનું સૂતક કે વૈધ પાળવાનો નથી.

વધુમાં આ દિવસે વટસાવિત્રી વ્રતના પૂનમ હોવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓ વડની પૂજા કરીને પોતાના સૌભાગ્યની વૃદ્ઘિ માટે આશીર્વાદ પ્રાપ્ત કરશે. હિન્દુ સમુદાયમાં વટસાવિત્રી વ્રતનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે. સાવિત્રીની લોકવાયકા સાથે જોડાયેલા પર્વ દરમિયાન સૌભાગ્યવતીઓ દિવસમાં માત્ર એક ફળ અને તેમાં પણ ખાસ કરીને એક કેરી આરોગીને વ્રત પાળે છે. ગુજરાતી મહિલાઓમાં આ વ્રત કરવાનું ચલણ સૌથી વધુ છે. વહેલી સવારે વડની અને પોતાના પતિની પૂજા સાથે વ્રત શરૂ કરવામાં આવે છે. ચાલુ વર્ષે છાયાગ્રહણ હોવાને કારણે તે વટસાવિત્રી વ્રતની પૂજામાં બાધારૂપ બનશે નહીં એટલે વટસાવિત્રી વતની પૂજા કરી શકાશે. જોકે, પ્રવર્તમાન સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ આવશ્યક હોય વડની પૂજા માટે થતી ભીડને મુદ્દે મહિલાઓમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.

૩૦ દિવસમાં જ ૩ ગ્રહણનો વિચિત્ર સંયોગ સર્જાશે

જયોતિષાચાર્ય ડો. હરીશ જોશીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ અને જયોતિષશાસ્ત્રમાં ગ્રહણને અગત્યનું માનવામાં આવે છે. વર્ષ-ર૦૨૦માં કુલ ૬ ગ્રહણ થવાના છે. જોકે તેમા ૩ ગ્રહણ ૫ જૂનથી શરૂ થતા ૩૦ દિવસમાં જ થશે. ૫ જૂનના રોજ ચંદ્રગ્રહણ, ર૧ જૂનના રોજ સૂર્યગ્રહણ અને પ જુલાઇના રોજ સંદ્રગ્રહણ થશે. પ્રથમ બંને ગ્રહણ ભારત દેશમાં દેખાશે. પરંતુ પ જુલાઇના રોજ થનારૂ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં અંતિમ ગ્રહણ અમેરિકા, દક્ષિણ-પૂર્વ યુરોપ અને આફ્રિકામાં દેખાશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે ૩૦ દિવસમાં ત્રણ ગ્રહણ હોય વિચિત્ર સંયોગ સર્જાય છે અને તેને કારણે આવનારા દિવસોમાં વિશ્વમાં નકારાત્મક અસર પડે તો નવાઇ નહીં

(11:12 am IST)