Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રાહુલ ગાંધીથી વધારે લોકપ્રિય છે કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓઃ સર્વે

નેતાઓની લોકપ્રિયતાને લઇને IANS-C વોટર સ્ટેટ ઓફ ધ નેશન ૨૦૨૦ સર્વે કરવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૩: કોરોના સંકટ દરમિયાન ભારતમાં નેતાઓની લોકપ્રિયતાને લઇને IANS-C વોટર સ્ટેટ ઓફ ધ નેશન ૨૦૨૦ સરવે કરવામાં આવ્યો છે. આ સર્વેના પરિણામ મુજબ દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતા સૌથી વધારે છે જયારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આ મામલે કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓથી પાછળ ચાલી રહ્યા છે.

કોંગ્રેસ શાસિત રાજયો અને કેન્દ્ર શાસિત પ્રેદેશોના મુખ્યમંત્રીઓ, અહીં સુધી કે છત્તીસગઢ, મહારાષ્ટ્ર કે રાજયસ્થાનના મુખ્યમંત્રીઓ રાહુલ ગાંધીની સરખામણીએ વધારે લોકપ્રિયતા ધરાવે છે.

સરવેમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલની લોકપ્રિયતા રેટિંગ ૮૧.૦૬ ટકા છે, અહીં ૫૬.૭૪ ટકા જનતા તેમના કામથી સંતુષ્ટ છે. અહીં ૬.૨ ટકા લોકો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમર્થન આપે છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અદ્યાડી સત્ત્।ામાં છે જયાં કોંગ્રેસ ગઠબંધનમાં સત્તાધીશ છે, મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની લોકપ્રિયતાને કોરોના મહામારીની ગંભીર સ્થિતિ પર ઓછી નથી કરી શકી. અહીં ૭૬.૫૩ ટકા લોકોએ ઠાકરેને સમર્થન આપ્યુ છે, જયારે ૬૩.૭૨ ટકા લોકો તેમના કામથી સંતુષ્ટ છે. ઠાકરેની સરખામણીએ રાહુલ ગાંધીની લોકપ્રિયતા રેટિંગ ૨૬.૧૧ ટકા છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિહ પણ આ મુદ્દે સૌથી ઓછી લોકપ્રિયતા ધરાવે છે, અહીં માત્ર ૨૭.૫૧ ટકા લોકો તેમને સર્મથન આપે છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, તેઓ રાહલ ગાંધીની સરખામણીએ વધારે લોકપ્રિય છે. પંજાબમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતાનું પ્રમાણ ૧૨.૬૭ ટકા છે.

રાજસ્થાન પણ કોંગ્રેસ શાસિત રાજય છે. અહીં સીએમ અશોક ગહલોતની લોકપ્રિયતા રેટિંગ ૬૫.૫૧ ટકા છે. રાજયમાં ૫૯.૭૧ ટકા લોકો તેમના કાર્યકાળથી ખુશ છે.

ઝારખંડની ગઠબંધન સરકારમાં સીએમ હેમંત સોરેનને રાજયના ૬૧.૨૬ ટકા લોકો સમર્થન આપી રહ્યા છે.તેમની સરખામણીએ રાજયમાં ૧૦.૮૯ ટકા લોકો રાહુલ ગાંધીને સમર્થન આપે છે.

 

(10:10 am IST)