Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર::નવા 2,287 કેસ : કુલ કેસની સંખ્યા 72 હજારને પાર : 103 લોકોના મોત : મૃત્યુઆંક 2465

હાલમાં 38,502 કેસ એક્ટિવ છે અને 31,333 રિક્વર થઈ ચૂક્યા

 

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે મહારાષ્ટ્રમાં નવા 2,287 કેસ નવા કેસ નોંધાયા છે. તેની સાથે રાજ્યમાં કુલ આંક 72,300 પર પહોંચ્યો છે. જેમાં 38,502 કેસ એક્ટિવ છે અને 31,333 રિક્વર થઈ ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધી 2,465 લોકોના મોત થયા છે.

(12:18 am IST)