Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સ્પેસએકસે અવકાશયાનને નાસા મોકલવા માટે વાહન અને રોકેટનો ફરીથી કર્યો ઉપયોગ

નવી દિલ્હી: સ્પેસએકસએ અવકાશયાનને નાસા મોકલવા માટે વાહન અને રોકેટનો ફરીથી ઉપયોગ કર્યો હતો. તેવો આ પહેલો અવસર છે. આ રોકેટનો ઉપયોગ ગત નવેમ્બરમાં કંપનીની બીજી માનવ સંચાલિત અંતરીક્ષ ફલાઇટ માટે કરવામાં આવ્યો હતો. આ વલણને અપનાવતા અવકાશયાન કમાન્ડર શાને કિમબ્રોગ અને તેના સાથી મુસાફરોએ એક સપ્તાહ પહેલા રોકેટમાંથી નીકળેલા ધુમાડાથી તેમના નામોની શરૂઆતના અક્ષર લખી નવી પરંપરા શરૂ કરી નવી આશા જગાવી નાસાના અવકાશયાત્રી મૈકઆર્થર માટે આ એક તરફથી ભૂતપૂર્વ અનુભવ પણ હતો. તેઓને એ સીટ પર બેસાડવામાં આવ્યા જેમાં તેમના પતિ બોબ બેહનકેન સ્પેસએકસની પ્રથમ માનવ સંચાલિત ફલાઇટમાં બેઠા હતા તેમાં જાપાનના અકીહિકો હોશિદે અને ફ્રાંસના થોમસ પેસકવેટ પણ સામેલ છે.

(5:27 pm IST)
  • દેશમાં કોરોનાનો વણથંભ્યો આતંક : છેલ્લા 24 કલાકમાં ભારતમાં સતત ત્રીજા દિવસે 3 લાખથી વધુ નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે અને 2050 થી વધુ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે : હજુ કેટલાક રાજ્યોએ છેલ્લા 24 કલાકના નવા કેસ રિપોર્ટ કરવાના બાકી છે. access_time 10:59 pm IST

  • ક્ચ્છ : માંડવીમાં પાંચ દિવસ માટે શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું : આજે પ્રથમ દિવસે નગરજનોએ બજારો સંપૂર્ણ બંધ રાખી લોકડાઉનનો અમલ કર્યો access_time 7:29 pm IST

  • ઓકિસજન પ્રોડકશન સાથે જોડાયેલ તમામ ઉપકરણો ઉપર ટેક્ષમાં છૂટ : વડાપ્રધાને ઓકિસજનનું પ્રોડકશન વધારવાની સાથે-સાથે દર્દીઓ માટે ઉપયોગમાં આવતા ઓકિસજન ઉપકરણોની આયાત પર તમામ પ્રકારના ટેક્ષમાં છૂટનો નિર્ણય લીધો છેઃ હવે ઓકિસજન સાથે સંબંધિત તમામ સાધનો પર બેઝીક કસ્ટમ ડ્યુટી અને હેલ્થ સેસમાં છૂટ મળવા લાગશેઃ અગાઉ રેમડેસીવીર સહિતના ઉપકરણો ઉપર ટેકસમાં છૂટ આપવામાં આવી હતી access_time 3:56 pm IST