દેશ-વિદેશ
News of Saturday, 24th April 2021

સ્પેસએકસે અવકાશયાનને નાસા મોકલવા માટે વાહન અને રોકેટનો ફરીથી કર્યો ઉપયોગ

નવી દિલ્હી: સ્પેસએકસએ અવકાશયાનને નાસા મોકલવા માટે વાહન અને રોકેટનો ફરીથી ઉપયોગ કર્યો હતો. તેવો આ પહેલો અવસર છે. આ રોકેટનો ઉપયોગ ગત નવેમ્બરમાં કંપનીની બીજી માનવ સંચાલિત અંતરીક્ષ ફલાઇટ માટે કરવામાં આવ્યો હતો. આ વલણને અપનાવતા અવકાશયાન કમાન્ડર શાને કિમબ્રોગ અને તેના સાથી મુસાફરોએ એક સપ્તાહ પહેલા રોકેટમાંથી નીકળેલા ધુમાડાથી તેમના નામોની શરૂઆતના અક્ષર લખી નવી પરંપરા શરૂ કરી નવી આશા જગાવી નાસાના અવકાશયાત્રી મૈકઆર્થર માટે આ એક તરફથી ભૂતપૂર્વ અનુભવ પણ હતો. તેઓને એ સીટ પર બેસાડવામાં આવ્યા જેમાં તેમના પતિ બોબ બેહનકેન સ્પેસએકસની પ્રથમ માનવ સંચાલિત ફલાઇટમાં બેઠા હતા તેમાં જાપાનના અકીહિકો હોશિદે અને ફ્રાંસના થોમસ પેસકવેટ પણ સામેલ છે.

(5:27 pm IST)