Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કેન્સરગ્રસ્ત પત્ની કીમો થેરોપી માટે જાય ત્યારે પતિ બહાર પાટિયું લઇને બેસે છે, હું તારી સાથે છું

 ન્યુયોર્ક,તા.૧૦ : અમેરિકાના ટેકસસ સ્થિત એમ. ડી. એન્ડરસન કેન્સર સેન્ટરની બહાર બહુ લાગણીશીલ થઈ જવાય એવું દશ્ય આજકાલ અવારનવાર જોવા મળે છે.

કોરોના વાઇરસના રોગચાળાને કારણે હોસ્પિટલમાં વિઝિટર્સને બેસવા દેવાતા નથી અને એવી જ રીતે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા વૃદ્ઘાશ્રમોમાં વડીલોને મળવા માટે તેમનાં સગાંને જવા દેવાતાં નથી. એથી આલ્બર્ટ કોનોર તેની કેન્સરગ્રસ્ત પત્ની કેન્સર સેન્ટરમાં કીમો થેરપી માટે જાય ત્યારે તે એક પ્લેકાર્ડ હાથમાં પકડીને બેઠો હોય છે.

કેલીના દરેક કીમો-સેશન વખતે આલ્બર્ટ તેની સાથે હોય છે, પરંતુ કોરોનાના રોગચાળાને કારણે આજકાલ કેલીના કીમો થેરપી-સેશન દરમ્યાન આલ્બર્ટને અંદર જવા દેવાતો નથી. બહાર બેઠાં- બેઠાં તે પોતાની લાગણી જુદી રીતે વ્યકત કરે છે. ત્રણ બાળકોનો પિતા ૪૪ વર્ષનો આલ્બર્ટ હોસ્પિટલમાં કેલીના કીમો રૂમની બહાર બેઠો હોય ત્યારે તેના હાથમાં પ્લેકાર્ડ હોય છે. એમાં લખ્યું છે, ''હું તારી સાથે રહી શકું એમ નથી, પરંતુ હું અહીં જ છું. તને બેહદ ચાહું છું. હોસ્પિટલના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર.''

(3:03 pm IST)