Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પાકિસ્તાનના મદરેસામાં કુરાન પઢી રહેલ બાળકો પર દીવાલ ધરાશયી થતા 6બાળકોના મૃત્યુ

નવી દિલ્હી:પાકિસ્તાનના ઉતરી વિજિરિસ્તાનના ઝેર જન કોટ વિસ્તારમાં બુધવારના રોજ મદરેસાની દીવાલ ધરાશાયી થતા 6બાળકોના મૃત્યુ થયા છે તેમજ 10 બાળકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. બધા બાળકોની વય 10 વર્ષથી નીચેની હોવાનું માલુમ પડી રહ્યું છે.

મદરેસામાં બેઠેલ બાળકો કુરાન પઢી રહ્યા હતા સમયે અચાનક દીવાલ ધરાશયી થઇ હતી  ઘટનાના તુરત બાદ મદદ માટે સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે તાત્કાલિકમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:39 pm IST)