Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ચીનમાં થયા એશિયાના સૌથી મોંઘા છૂટાછેડા:ભરણપોષણ માટે આપ્યા પતિએ 24000 કરોડ ડોલર

નવી દિલ્હી: ચીનમાં એશિયાનાં સૌથી મોંઘા છૂટાછેડા થયાનું સામે આવ્યું છે. વેકસીન (રસી) બનાવનાર કંપની શેઝેન કંગતાઈ બાયોલોજીકલ પ્રોડકટ કંપનીના ચેરમેન ડયૂ વેઈમિનના પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે. છૂટાછેડા પછી તેમણે પોતાની પત્ની યુઆન લિપીંગે પોતાની કંપનીના 16.13 કરોડ શેર આપ્યા છે. હવે શેર ટ્રાન્સફર થયા પછી લિપીંગ દુનિયાની સૌથી ધનાઢય મહિલાઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

એક રિપોર્ટ અનુસાર, સોમવારે શેરબજાર બંધ થયા પછી શેરની કિંમત 3.2 અરબ ડોલર એટલે 24,000 કરોડ રૂપિયા હતી. જયારે ડયૂની કુલ સંપતિ ઘટીને લગભગ 3.1 અરબ ડોલર એટલે કે 23,250 કરોડ રૂપિયા થઈ ગઈ છે.જેમાં ગિરવે મુકેલા શેરોની સંખ્યા સામેલ નથી.

(6:38 pm IST)