Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કોરોના કાળમાં યુરોપમાં લોકો વધુ પડતો સાયકલનો ઉપયોગ કરવા લાગ્યા

નવી દિલ્હી: કોરોના કાળમાં અનેક વેપાર-ધંધાને અસર થઈ છે. પરંતુ સાઈકલના વ્યવસાયને ફાયદો થયો છે. સમયગાળામાં સાઈકલનો 30 ટકા જેટલો ઉપયોગ યુરોપીય દેશોમાં થયો છે. અહીંયા ઘરથી ઓફીસ, સ્કુલ, જીમમાં જવા માટે સાઈકલનો ઉપયોગ કરે છે.

બ્રિટનમાં બ્રિટીશ સરકારે તો લંડન, માન્ચેસ્ટર જેવા શહેરોમાં મોલ, ઓફીસ એરીયામાં કારોની એન્ટ્રી પર પાબંદી લાદવાની પણ તૈયારી કરી લીધી છે. અહી બે અબજ પાઉન્ડનો નેશનલ સાઈકલ પ્લાન છે. જેમાં 25 કરોડ પાઉન્ડ સાઈકલ ખરીદવાની સાથે સાઈકલ માટે વિશેષ ટ્રેક બનશે. અહીં લોકડાઉનમાં સાઈકલની દુકાનો ખુલી રહી હતી.

(6:37 pm IST)