Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

કઠલાલમાં પેસેન્જરના સ્વાંગમાં રીક્ષા ચાલકને છરી બતાવી લૂંટ ચલાવનાર બે આરોપીને પોલીસે મહેસાણા નજીકથી ઝડપી પાડયા

કઠલાલ:વિસ્તારમાંથી પેસેન્જરના સ્વાંગમાં રિક્ષા ભાડે કર્યા બાદ રિક્ષાચાલકને છરી બતાવીને રીક્ષાની લૂંટ કરીને બે ઇસમો ફરાર થઇ ગયા હતા. દરમ્યાન બંને ઇસમો મહેસાણાના પરાં વિસ્તારમાં હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહેસાણા શહેરના પરા વિસ્તારમાંથી બે શંકમંદ ઈસમોને ઝડપી લઈ તપાસ કરતા લૂંટના મુદ્દામાલ સાથે બન્ને ઈસમોને ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત વિગતોમાં કઠલાલ વિસ્તારમાં ગત ૨૧ એપ્રિલના રોજ રીક્ષા લઈ રોજગાર માટે ફરતા જૈમિનભાઈ પંડ્યા નામના વ્યક્તિને કપડવંજ ડાકોર ચાર રસ્તા પર બે પેસેન્જરના સ્વાંગમાં આવેલ લૂંટારૂં ઈસમોએ રીક્ષા ઊભી રખાવી ડાકોર જવા માટે રીક્ષા ભાડે કરી રીક્ષામાં બેઠા હતા. દરમ્યાન નર્મદા કેનાલ પર રીક્ષા સાઈડ પર ઊભી રખાવીને અંદર બેઠેલા શખ્સોએ રીક્ષા ચાલકને છરી બતાવી તેની પાસેથી મોબાઈલ, ૩૦૦ રૂપિયા રોકડ અને રીક્ષાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.

(4:49 pm IST)