Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મહેમદાવાદ પોલીસે રિક્ષામાં ગેસના બોટલની તસ્કરી કરનાર બે ઈસમની અટકાયત કરી

મહેમદાવાદ:પોલીસે કોલેજ રોડ પરથી અમદાવાદ તરફ જતી રીક્ષામાં ગેસના બોટલ સાથે ૨ ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ ઈસમોએ મધ્યાહન ભોજન તેમજ આંગણવાડીમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે રીક્ષા, ગેસના બોટલ સહિત રૂપિયા ૮૯૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

મહેમદાવાદ પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી આ દરમિયાન માહિતી મળેલ કે રીક્ષા નં. જીજે-૦૭ વી ડબલ્યુ ૩૪૩૪માં ગેસના બોટલ ભરી ડીગ્રી કોલેજ પાછળના રોડ થઈ અમદાવાદ તરફ જનાર છે જેથી મહેમદાવાદ પોલીસે વોચ ગોઠવેલ વોચ દરમિયાન ઉક્ત રીક્ષા આવતા તેને ઉભી રખાવી રીક્ષા ચાલકની પૂછપરછ કરતા ગોપાલભાઈ ધુળાભાઈ ચંદુભાઈ રાણા (રહે. ક્રિશ્ના એવન્યુ, મહેમદાવાદ) જ્યારે તેની સાથેનો ઈસમ યોગેશભાઈ નગીનભાઈ ફુલાભાઈ પટેલ (રહે. ધનલ-મી એપાર્ટમેન્ટ, બારેજડી તા. દસત્રો, મૂળ રહે. સાવલી, તા. કપડવંજ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં રીક્ષાની માલિકીના કાગળો તેમજ ગેસના બોટલોના બીલ કે પહોંચ માંગતા રજૂ ન કરી શકતા બંને ઈસમોની અટક કરી રીક્ષા રૂપિયા ૫૦,૦૦૦ તથા ગેસના બોટલ નં.૬ રૂપિયા ૧૨૦૦૦ મળી કુલ રૂપિયા ૬૭૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બંને ઈસમોની વધુ પૂછપરછ કરતા ચોરીમાં ગયેલા ગેસના બોટલો નં.૨, ગુનામાં વપરાયેલ રીક્ષા તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૮૯૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહેમદાવાદ પોલીસે બંને ઈસમોની વધુ પૂછપરછ હાથ ધરી છે. 

(5:17 pm IST)