Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અમદાવાદના બહેરામપુરામાં મોબાઈલમાં સેલ્ફી લેવા બાબતે ચાર યુવકો બાખડ્યા: ચપ્પુથી જીવલેણ હુમલો થતા અરેરાટી

અમદાવાદ: શહેરના બહેરામપુરામાં ઉત્તરાયણના દિવસે યુવકો પોતાના મોબાઇલમાં સલ્ફી પાડતા હતા જ્યાં ત્રણ શખ્સોઓએ ધાબા પર આવીને ફોટા કેમ પાડો છો કહીને ચાર યુવકો ઉપર છરી, પાઇપ અને તલવારથી જીવલેણ હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતા. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે બહેરામપુરામાં જીવણલાલની ચાલીમાં રહેતા ઋત્વીકભાઇ કનૈયાલાલ લેઉવા નામના યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે ઉત્તરાયણના તહેવાર હોવાથી નાનીના ત્યાં બહેરામપુરામાં ગુલામનબીની ચાલીમાં સગાઓ સાથે પતંગ ચગાવવા માટે ગયા હતા. જ્યાં માસાના દિકરો વિશાલ મામાનો દિકરો વિભાકર અને મામા અલ્પેશભાઇ તથા મિત્ર સંકેત ભેગા મળી પોતાના મોબાઇલમાં સેલ્ફી લેતા હતા.

(5:07 pm IST)