Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

પાટણ પાસે કુરેજા નર્મદા કેનાલ માંથી ૨૪ કલાક બાદ કાર સાથે યુવાનની લાશ મળી

મુખ્ય કેનાલમાં કાર ખાબકતા યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ કરેલ

પાટણ તા.૧૬: પાટણનાં હારીજ પાસે નર્મદાની કેનાલમાં ખાબકેલ કાર સતત ૨૪ કલાકની શોધખોળ બાદ કેનાલમાં પાણી ઓછું કરાયા બાદ આજે સવારે શોધખોળ હાથ ધરી હતી.

ભાવાજી-લીલાજી ઠાકોરની લાશ તેમજ ગાડી મળી આવી છે. તરવૈયાઓ ગામલોકો પાટણ ફાયરબ્રિગેડ તેમજ અમદાવાદ ફાયરબ્રિગેડની સતત જહેમત બાદ લાશ હાથ લાગી છે.

અગાઉ બે વર્ષ પૂર્વે પણ આજ કેનાલમાં આવી રીતે એક ગાડી સમી તાલુકાની ખાબકી હતી. જેમાં કારચાલક જીવતો તરીને બહાર નિકળી આવ્યો હતો. તેની પત્ની-પુત્ર અને ભાઇ આજ સ્થળ ઉપર નર્મદા કેનાલમાં જળસમાધી લીધી હતી.

(3:56 pm IST)