Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

દાદરા નાગર હવેલીમાં કાપડ કંપનીમાં ભીષણ આગ ભભૂકી

દાદરા નગર હવેલીમાં એક કાપડની કંપનીમાં ભીષણ આગ ભભૂકી હતી ઘટનાની જાણ થતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને. ભારે જહેમદ બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

  મળતી માહિતી મુજબ દાદરા નગર હવેલીમાં આવેલી રિસવ પોલીપ્લાસ્ટ કંપનીમાં કાપડનું ઉત્પાદન થતું હતું ત્યારે અચાનક આગ લગતાની સાથે કંપનીમાં કામ કરી રહેલા લોકો બહાર દોડી આવ્યા હતા. જે સમયે આગ લાગી તે સમયે આ કંપનીમાં મોટા જથ્થામાં પોલીએસ્ટર કાપડનો જથ્થો હતો. જેના કારણે આગ કંપનીમાં રહેલા કાપડના જથ્થામાં લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ.

   ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા  3 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ફાયટરોને ભારે જહેમદ બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ કંપનીમાં રહેલા કાપડના જથ્થાના કારણે આખી કંપનીમાં આગ પ્રસરી ગઈ હતી. આ આગ શોર્ટ સર્કિટના લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

(8:45 pm IST)