Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સુરા જમાતના કુલ 1095 લોકો ગુજરાત આવ્યાં;પ્રાથમિક તપાસમાં 1000 સ્વસ્થ

અમદાવાદમાં છ અને ભરૂચમાં 4 કોરોનાગ્રસ્ત મળ્યાં:હજુ 85ની વિશેષ તબીબી તપાસણી ચાલુ

 

અમદાવાદ : દિલ્હી અને મુંબઈમાં તબલીગી જમાતના મરકઝ ખાતે જઈને ગુજરાત આવેલા તમામ લોકોની તપાસ પોલીસ કરી રહી છે. ગુજરાતમાં સંખ્યા નહીંવત છે તેવા ઈમારતી અને સાદ જૂથના 130 લોકોની તપાસ પૂર્ણ થઈ છે. જૂથના 130માંથી 14 કોરોનાગ્રસ્ત જણાયાં છે અને એકનું મોત થયું છે જ્યારે સુરા જમાતના કુલ 1095 લોકો ગુજરાત આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં 1000 સ્વસ્થ જણાયાં છે. અમદાવાદમાં અને ભરૂચમાં 4 કોરોનાગ્રસ્ત મળ્યાં છે. હજુ 85ની વિશેષ તબીબી તપાસણી ચાલી રહી છે.

  દેશમાંથી 1095 લોકો ગુજરાત સુરા જમાતમાં અલગ-અલગ સ્થળે આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કર્ણાટકથી 25 અને તામિલનાડુથી 19 પ્રચારકો આવ્યાં છે. તે પૈકી મૂળ તમિલનાડુના ચારના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે, જે ભરૂચમાં છે. સુરા જમાતના મરક્ઝથી આવેલા અન્ય વ્યક્તિના ટ્રેસિંગની કાર્યવાહી ચાલુ છે. સુરા જમાતમાં ગુજરાત આવેલા વ્યક્તિના ડેટા મેળવી જમાતમાં કોરોનાનો વ્યાપ વધતો અટકાવવા પોલીસ કાર્યરત છે

(12:12 am IST)