Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સુરતના લાસકાણા વિસ્તારમાં લુમ્સના કારીગરોનો હોબાળો : રસ્તા પર પથ્થરમારો -ટાયરો સળગાવ્યા

વેતન અને વતનમાં જવાની માંગ સાથે કારીગરોને હંગામો મચાવ્યો : વિરોધ કરનારા કારીગરો ઓરિસ્સાના વતની

 

સુરત : મોડી રાતે સુરતના લાસકાણા વિસ્તારમાં લૂમ્સના કારીગરો વેતન અને વતન જવાની માંગ સાથે  રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યા હતાં.સુરતના લાસકાણા વિસ્તારમાં કારીગરો જાહેર રોડ પર હોબાળો મચાવ્યો છે લુમ્સના કારીગરોએ રસ્તા પર ઉતરીને ટાયરો સળગાવ્યા છે પગાર મુદ્દે તકરાર થતા કારીગરોએ કર્યો ભારે હંગામો મચાવ્યો છે 

સુરતમાં હાલ લૉકડાઉનની પરિસ્થિતિમાં ચિંતાજનક ઘટના સામે આવી હતી. જેમાં લાસકાણા વિસ્તારમાં લૂમ્સના કારીગરો પગાર મુદ્દે તકરાર થતાં રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. તેમણે વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ટાયર સળગાવ્યાં હતાં. પરિસ્થિતિ થાળે પાડવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે જવા રવાના થઈ ચૂક્યાં છે.

સમગ્ર દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન છે તો પરિવહન સેવાઓ પણ સ્થિગત કરવામાં આવી છે, ત્યારે સુરતના કારીગરોએ વેતનને લઇને હોબાળો મચાવ્યો હતો. સાથે કારીગરોએ પોતાના વતન જવાની પણ માગ કરી હતી. આપને જણાવી દઇએ કે, વિરોધ કરનારા કારીગરો ખાસ કરીને ઓરિસ્સાના વતની હોવાનું સામે આવ્યું છે.

અહેવાલ - ધવલસિંહ ચૌહાણ, સુરત

(10:38 pm IST)