Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ખોટી અફવાઓ ફેલાવનાર વ્યક્તિ વિરૂધ્ધ ભરૂચ પોલીસ દ્વારા ફરીયાદ દાખલ કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભરૂચ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ભય સાયબર ક્રાઇમ દ્વારા સોશીયલ મીડીયાનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે, કોરોના વાયરસની મહામારી સમગ્ર દેશમાં ફેલાય નહી તે હેતુથી મો ભારત સરકાર ધ્વારા લોક ડાઉન પીરીયડ ચાલુ છે. ત્યારે જાહેર જનતામાં ખોટી અફવાઓ તથા ભય ફેલાવવા,અફરાતફરી ફેલાય તેવા મેસેજ સોશીયલ મીડીયાના માધ્યમથી અતિશ્યોક્તિ ભરી માહીતી ફેલાવી જાહેર જનતામાં ગભરાટ ઉભો કરવા સારૂં અમુક લોકો દ્વારા પોસ્ટ મુકવામાં આવી રહી છે જે દરમ્યાન સાયબર ક્રાઇમ સેલની ટીમને માહીતી મળી હતી કે, "AAPRU BHARUCH " નામના ગ્રુપમાં ફૈયાઝ પટેલ નામના શખ્શે ખોટી અફવા ફેલાવતી પોસ્ટ ફેસબુક પેજ પર મુકી છે. જેની તપાસ સાઇબર કાઇમ સેલ દ્વારા કરવામાં આવતા ફૈયાઝ પટેલ નામના શખ્શે અણધારી આફતના સમયમાં લોકોમાં ગભરાટ ઉભો કરવા સારૂં ઇરાદાપુર્વક ફેસબુક પેજ પર શેર કરી, સામાન્ય જનતામાં અસંતોષ તથા ભય ફેલાય તથા ખોટી અફવા ફેલાય તેવું કૃત્ય કરેલ હોવાથી ફૈયાઝ પટેલ તથા તપાસમાં જણાઇ આવે તે શખ્શો વિરૂદ્ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ ની કલમ ૫૪ મુજબ "બી- ડિવીઝન પો.સ્ટે. માં ગુનો રજીસ્ટર કરી, ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ કરેલ છે.

(9:02 pm IST)