Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અરવલ્લી:મોડાસાના હજીરા વિસ્તારમાં વીજ કરંટ લાગતા બાળકીનું કરૂણમોત

(પ્રભુદાસ પટેલ દ્વારા )  મોટી ઇસરોલ :અરવલ્લી જિલ્લામાં મોડાસાના હજીરા વિસ્તારમાં વીજ કરંટ લાગતા બાળકીનું મોત થયું હતું. જેમાં ભિક્ષાવૃત્તિ કરતા પરિવારની બાળકીનું ઘટના સ્થળે થયું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

 આંબા પર કેરી તોડવા જતા બાળકીએ વીજ તાર પકડ્યો અને એના જીવલેણ ઝટકાએ બાળકીનું કરુણ મોત નિપજતા યુજીવીસીએલ, 112 અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.આ આકસ્મિક બનાવ અંગે મોડાસા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(8:16 pm IST)