Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

રાજપીપળાની બે ગેસ એજન્સીઓ પર લાંબી કતારોમાં ડિસ્ટન્સ નજળવાતા ટાઉન પીઆઇ દોડી ગયા :ટેમ્પો દ્વારા બોટલ પહોંચતા કરવા સૂચના

ગ્રામ્ય વિસ્તારમાંથી રાંધણ ગેસ લેવા આવતા ગ્રાહકોની મોટી લાઈનોમાં સોસીયલ ડિસ્ટન્સ જળવાતું ન હોય આખરે ગામડાઓમાં ટેમ્પો મારફતે બોટલ પહોંચાડવા સૂચના અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળા શહેરમાં આવેલી બે રાંધણ ગેસ એજન્સીઓ પર ગ્રામ્ય વિસ્તારના લોકોની બોટલ લેવા મોટી લાઈનો લાગતી હોય જેમાં એજન્સી દ્વારા સોસીયલ ડિસ્ટન્સની સૂચના હોવા છતાં ગ્રાહકો પાલન ન કરતા સોસિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોય ટાઉન પીઆઇ આર. એન.રાઠવા આજે બંને એજન્સી પર પહોંચી સંચાલકોને સૂચના આપી કે દરેક ગામોમાં ટેમ્પો મારફતે બોટલો પહોંચાડો જેથી એજન્સી ઉપર લાઈનો ન લાગે અને સોસીયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થતું અટકે,એજન્સીના માલિકોએ આ બાબતે હકારાત્મક અભિગમ અપનાવી કાયદાનું પાલન થાય એ રીતે હવે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને ટેમ્પો દ્વારા રાંધણ ગેસના બોટલો પહોંચાડવા વ્યવસ્થા કરવા તૈયારી કરી છે.
જાણવા મળ્યા મુજબ ગામના સરપંચની મદદ લઇ ગામની નક્કી કરેલી એક જગ્યા પર એજન્સીનો ટેમ્પો ઉભો રાખી ત્યાંથી જરૂરી ગ્રાહકોને નિયમ મુજબ બોટલો આપશે.આમ નર્મદા પોલીસ જાહેરનામા ભંગની સાથે સાથે સોસીયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે પણ ખાસ તકેદારી રાખી પગલાં લઈ રહી છે.અને તે જરૂરી પણ છે

(7:57 pm IST)