Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સોસિયલ ડિસ્ટન્સ માટે વોટ્સએપ પર ફરતી થયેલી બેંચની તસવીર સાચા અર્થમાં ઉપયોગી થઈ શકે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના વાયરસના હાઉ વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ અત્યંત જરૂરી બન્યું જેથી વાયરસ એક માંથી બીજામાં ન ફેલાય એ માટે વહીવટી તંત્ર સતત આ માટે પગલાં લઈ રહ્યું છે ત્યારે હાલ સોસીયલ મીડિયામાં ફરતી નવી જાહેર બેંચની આ તસવીર વાયરલ થઈ એ લોકોને ભલે હાસ્યાસ્પદ લાગતી હશે પરંતુ હકીકતમાં જો બે વ્યક્તિઓ વચ્ચેના અંતર વાળી આવી બેઠક હોય તો હાલની પરિસ્થિતિમાં ખૂબ ઉપયોગી સાબિત થાય તેમ લાગી રહ્યું છે.

(7:55 pm IST)