Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મહેમદાવાદના દેવકી વણસોલમાં રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા ચાલકનું કમકમાટીભર્યું મોત

મહેમદાવાદ:તાલુકાના દેવકી વણસોલ ગામની સીમમાં ગતરાત્રીના સમયે માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થતી એક ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે મહેમદાવાદ પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ દસક્રોઈ તાલુકાના અણીયારની મુવાડીમાં રહેતાં ભરતભાઈ દિનેશભાઈ ખાંટ (ઉં.વ ૨૭) ના પત્ની લક્ષ્મીબેન છેલ્લાં એકાદ વર્ષથી બે પુત્રો સાથે પિયરમાં રહે છે. જેથી ભરતભાઈ તેમની પત્ની અને પુત્રોને મળવા માટે ગતરોજ મોડી સાંજના સમયે પોતાનું બાઈક નં. જીજે-૨૭, એએફ-૨૮૩૦ લઈ મહેમદાવાદ તાલુકાનાં દેવકી વણસોલ ગામે જવા માટે ઘરેથી નીકળ્યા હતાં.

(6:28 pm IST)