Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

વડોદરામાં લોકડાઉનનો લાભ લઇ વેપારીઓ ગ્રાહકો પાસેથી વધુ પૈસા પડાવી છેતરપિંડી આચરતા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા: શહેરમાં લોકડાઉનમાં  આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે જે છુટ આપવામાં આવી છે તેનો લાભ ઉઠાવી કેટલાક વેપારીઓ ગ્રાહકો પાસેથી વધુ ભાવ પડાવે છે અથવા વજનમાં છેતરપિંડી કરતા હોય છે. જો કે પુરવઠાખાતુ અને તોલમાપખાતા દ્વારા કાર્યવાહી કરી વેપારીઓને દંડ કરાય છે.

આ અંગેની વિગત એવી છે કે આવશ્યક વસ્તુના વેચાણમાં આવતા એકમોને વેચાણ માટે છુટ અપાઇ છે. પરંતુ આ સ્થિતિમાં કેટલાંક વેપારીઓ ગ્રાહકોની મદદ કરવાના બદલે વેચેલા માલનો ભાવ વધુ લેતા હોય છે. આવી બાબતો ધ્યાનમાં આવતા  દૂધ, ખાદ્યતેલ તેમજ અન્ય વસ્તુઓના વધુ ભાવો લેતા એકમોને દંડ કરવામાં આવી રહ્યો છે. 

(6:18 pm IST)