Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ધી અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેન્ક દ્વારા બે કરોડનું અનુદાનઃ ચેક અર્પણ

અમદાવાદઃ ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેંક લિ. દ્વારા પીએમ કેર્સ ફંડમાં રૂ.૧.૦૧ કરોડ (એક કરોડ એક લાખ) તથા મુખ્યમંત્રી રીલીફ ફંડમાં રૂ.૧.૦૧ કરોડ (એક કરોડ એક લાખ) મળી કુલ રૂ.૨.૦૨ કરોડ (બે કરોડ બે લાખ)નું યોગદાન આપેલ છે તેમજ એ.ડી.સી. બેંકના સમગ્ર સ્ટાફે એક દિવસના પગાર પેટે રૂ.૨૧ લાખ આપેલ છે. યોગદાનના ચેકો એ.ડી.સી. બેંકના ચેરમેનશ્રી અજયભાઈ પટેલ તથા બેંકના ડીરેકટરશ્રી હિતેશભાઈ બારોટ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી મીનીસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણીને અર્પણ કરેલ છે.

ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેંક લિ.એ વર્ષ ૨૦૧૯- ૨૦નો રૂ.૯૭૨૦ કરોડનો બીઝનેસ કરી ગ્રોસ નફો રૂ.૭૦.૨૫ કરોડ કરેલ છે. બેંક સતત ૫ વર્ષથી ૧૫ ટકા ડીવીડન્ડ વિતરણ કરેલ છે. બેંકની ગત વર્ષની રૂ.૫૭૧૪ કરોડની ડીપોઝીટમાં વધારો કરી વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૬૧૭૦ કરોડની ડીપોઝીટ કરેલ છે. જે ગત વર્ષ કરતા રૂ.૪૫૬ કરોડનો વધારો થયેલ છે. બેંકે વર્ષ ૨૦૧૯- ૨૦માં રૂ.૩૫૫૦ કરોડનું ધિરાણ કરેલ છે. આમ, બેંક સતત ૨૦ વર્ષથી પ્રગતિ કરી રહેલ હોવાનું બેંકના ચીફ એકઝીકયુટીવ ઓફિસર શ્રી એમ.એલ.બહેડીયાની યાદીમાં જણાવાયું છે.

(3:39 pm IST)