Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ગુજરાતમાં કુલ 19 જીલ્લામાં 308 કેસ : મૃત્યુઆંક 19 થયો :આજે 46 પોઝિટિવ કેસ નોંધાયા : 2 મોત

અમદાવાદમાં કુલ 153, વડોદરામાં 39, સુરતમાં 24,ભાવનગરમાં 22, રાજકોટમાં 18,પાટણ અને ગાંધીનગરમાં 14 કોરોના સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. કોરના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં 46 નવા કેસ સામે આવ્યા છે. જોકે ગુજરાતમાં સ્થિતિ અંકુશ હેઠળ હોવાનું સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ કહ્યું છે. આજના નવા 46 કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 308 પર પહોંચી ગઈ છે.

 

આજે જે 46 નવા કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 11, પાટણમાં 2, વડોદરામાં 17, રાજકોટ 5, કચ્છ 2, ગાંધીનગર 1 અને ભાવનગરમાં 4 નવા કેસ સામે આવ્યા છે.

 

ક્યાં કેટલા કેસ ...
અમદાવાદ:153
●સુરત:24
●રાજકોટ:18
●વડોદરા:39
●ગાંધીનગર:14
●ભાવનગર:22
કચ્છ:4
મહેસાણા:2
ગીરસોમનાથ:2
પોરબંદર:3
પંચમહાલ:1
પાટણ:14
છોટાઉદેપુર:2
જામનગર:1
મોરબી:1
સાબરકાંઠા:1
દાહોદ:1
આણંદ:2
ભરૂચ:4

(11:37 am IST)