Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

હોટસ્પોટ અમદાવાદમાં આરોગ્ય વિભાગના એક ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો :રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં 8 જેટલા વિસ્તારોને સીલ કરી ત્યાં સઘન સેમ્પલીંગ શરુ

અમદાવાદ : રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 153 થઈ છે. રોજે રોજ અમદાવાદમાં નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. તેવામાં એક ચોંકાવનારા સમાચાર એ પણ છે કે અહીં આરોગ્ય વિભાગના એક ડોક્ટરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

અમદાવાદમાં 8 જેટલા વિસ્તારોને સીલ કરી ત્યાં સઘન સેમ્પલીંગ શરુ કરવામાં આવ્યું છે. અહીં અલગ અલગ ટીમો કામ કરી રહી છે તેવામાં એક ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની વાતથી ભય વધ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ હાલ ઘરે ઘરે જઈ પોતાના જીવના જોખમએ લોકોના ટેસ્ટ કરી રહી છે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજની પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટી કરી હતી કે આરોગ્ય વિભાગના એક ડોક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ડોક્ટર હોટસ્પોટ એવા વિસ્તારોમાં ચેકીંગ માટે જતા હોય અને તેમને સંક્રમણ લાગ્યું હોય તેવી સંભાવના છે.

(11:36 am IST)