Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ભરૂચમાં ચાર કોરોના પોઝિટિવ : આમોદના ઇખર ગામમાં ચાર પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર એલર્ટ

ચારેય જમાતિઓ તામિલનાડુથી ટ્રેન મારફત અંકલેશ્વર આવ્યા બાદ બાયપાસ રોડ ભરૂચ આવી પાંચ દિવસ મસ્જિદમાં રોકાયા હતા: ઇખર ગામના ખાલી મકાનમાં ક્વોરન્ટાઇન કરાયા હતા

ભરૂચ : ભરૂચમાં ચાર કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે આ ચારેય પોઝિટિવ કેસ તામિલનાડુની જમતના હોવાનું બહાર આવ્યું છે

 વધુમાં જાણવા મળતી વિગત મુજબ ચારેય જમાતીઓ તામિલનાડુથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવ્યા બાદ બાય રોડ ભરૂચ આવી ને તા. 12 થી 17 માર્ચ એક મસ્જિદ માં રોકાયા હતા ગત તારીખ 17 માર્ચે ભરૂચ થી ઇખર રવાના થયા હતા અને તા. 22 માર્ચ સુધી ઇખરની એક મસ્જિદમાં રોકાયા હતા તા 23 માર્ચે આરોગ્ય વિભાગની ટિમ  દ્વારા તમામને આઇડેન્ટિફાઇડ કરી ઇખર ખાતે એક ખાલી મકાનમાં ક્વોરન્ટાઇન કરાયા હતા

 તા. 8 એપ્રિલના રોજ કુલ 11 જમાતીઓ ના સેમ્પલ લઈ પરીક્ષણ કરાતા તા. 9 એપ્રિલે રાત્રે 9.15 કલાકે 11 પૈકી 4 ના રિઝલ્ટ પોઝિટિવ આવ્યા હતા. આ તમામ લક્ષણો કે ચિહ્નો વગર પોઝિટિવ છે એટલે સાયલન્ટ કેરિયર છે

 ઇખર ગામની વસ્તી 7000 હોઈ તાત્કાલિક  ધોરણે સમગ્ર ગામમાં સાવચેતી અને મેડિકલ રિસ્પોન્સના તમામ પગલાં ભરવાના  શરૂ કરી દેવાયા છે.

(10:12 am IST)