Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ગરુડેશ્વર તાલુકાના કેવડિયા-કોઠી ગ્રામજનોનું મતદાન અધિકાર છીનવાઈ જવા બાબતે કલેક્ટરને આવેદન

આવેદન આપતા જ કલેક્ટરએ પ્રાંત અધિકારી સાથે ટેલીફોનીક વાત કરી આ પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવા જણાવ્યું હતુ.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના  કેવડિયા-કોઠી ગામના ગ્રામજનોનું મતદાન અધિકાર છીનવાઈ જવા બાબતે નર્મદા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં આશિષ તડવી અને શૈલેષ તડવીના જણાવ્યા મુજબ ગામના ૨૦ થી ૩૦ વ્યકિઓના નામ નવેમ્બર-૨૦૨૦ માં BLO-૨૬૬ ( કોઠી પ્રાથમિક શાળા) ખાતે દાખલ કરવા આપ્યા હોય છતા આજ દિન સુધી તે નામ યાદીમાં લેવામાં આવ્યા નથી જે બાબતે ગત તા. ૨૮/ ૦૧/૨૦૨૧ તથા તે પહેલા પણ ૨-૩ વાર રજુઆત કરવામાં આવી હતી. તથા તા: ૪/૦૨/૨૦૨૧ ના રોજ ગુરૂડેશ્વર મામલતદારમાં કરવામાં આવેલી પરંતુ તે બાબતે એવું પ્રતિત થઈ રહ્યુ છે કે તેમને કોઈ ચિતા નથી.
  આમ અત્યાર સુધી કોઈપણ જવાબ ન મળતા સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં અમારા જેવા ૨૦-૩૦ મતદારોનો મત આપવાનો હક્ક અધિકાર છિનવાઈ રહયો છે જે ગંભીર બાબત હોય માટે તેની યોગ્ય કાર્યવાહી થાય અને અમને ન્યાય મળે તેવી રજુઆત કરવામાં આવતા આ આવેદન આપતા જ કલેક્ટર એ પ્રાંત અધિકારી સાથે ટેલીફોનીક વાત કરતા આ પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવા જણાવ્યું હતુ

(10:29 pm IST)