Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વડોદરાના નવાયાર્ડમાં મોબાઈલ પર જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી

વડોદરા: શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મોબાઈલ પર જુગાર રમી રહેલા સાત જણાંને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, નવાયાર્ડ ચિસ્તીયા નગર પાસે કેટલાક લોકો જુદાજુદા બે કુંડાળામાં બેસી મોબાઈલ પર લુડો ગેમ પર જુગાર રમી રહ્યા હોવાની વિગતો મળતાં ગઇ સાંજે દરોડો પાડ્યો હતો.

પોલીસે (1) કૌશર અલી હમીદ ખાન પઠાણ (આલિયા રેસીડેન્સી, ગોરવા) (2) ગુલફામ કલ્લુ ખાન પઠાણ (ચિસ્તીયા નગર, છાણી જકાતનાકા) (3) ફારૂક ખાન અનવર અલી પઠાણ (શાલીમાર સોસાયટી,ગોરવા) (4)કલ્પેશ કાંતિલાલ મકવાણા (સૂર્ય નગર સોસાયટી નવાયાર્ડ) (5) ગીરીશ ભાઈલાલભાઈ મકવાણા (શ્રીરામ નગર,છાણી જકાતનાકા) (6) મનોજ બાબુલાલ અગ્રવાલ (એમબીસી રેસીડેન્સી, સરદાર નગર, નિઝામપુરા) અને (7) પ્રવીણ ચંદુભાઈ વણકર (ગાંધીનગર, નવાયાર્ડ) ને ઝડપી પાડી 5 મોબાઇલ તેમજ રોકડા રૂ. 10 હજાર કબજે કર્યા હતા.

(4:41 pm IST)