Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કાલથી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોનો નવો દોર

જિલ્લા તાલુકા પંચાયતો માટે ટકોરા મારવા રાજકોટ ભાજપના ૧૦૦ આગેવાનો ગાંધીનગરમાં

સાંજે ભુપેન્દ્રસિંહના બંગલે સંકલન બેઠકઃ કાલે પાર્લામેન્ટરી બોર્ડ

રાજકોટ, તા., ૬: જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો પસંદ કરવા અપેક્ષીત ૧૦૦ જેટલા આગેવાનો આજે સાંજથી ગાંધીનગરમાં મુકામ કરનાર છે. આજે સાંજે પ.૩૦ વાગ્યે પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના બંગલે સંકલન સમીતીની બેઠક મળશે. તેમાં અગ્રતાક્રમ સાથેની ત્રણ-ત્રણ સભ્યોની પેનલ બનાવીને કાલે સવારે ૯ વાગ્યાથી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકવામાં આવશે.

સંકલન સમીતી અને પાર્લામેન્ટરી બોર્ડમાં જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રીઓ, તાલુકાના પ્રમુખ-મહામંત્રીઓ, ત્રણ-ત્રણ ચુંટણી નિરીક્ષકો, ધારાસભ્યો સાંસદો સહીત ૧૦૦ જેટલા આગેવાનો અપેક્ષીત છે. તાલુકાના અપેક્ષીતો પોતાના તાલુકાની ચર્ચા વખતે બેસી શકશે. તા.૮ થી ૧૩ ફોર્મ ભરવાની મુદત છે. ભાજપના ઉમેદવારો તા.૧૦મી આસપાસ જાહેર થશે.

(12:52 pm IST)