Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કોંગ્રેસમાં કકળાટ : અમદાવાદમાં અડધીરાત્રે ધારાસભ્યના ઘરે હંગામો

મધરાતે સરસપુર, બાપુનગર, રખિયાલ જેવા વિસ્તારોના કોંગ્રેસના કાર્યકરો ધારાસભ્યના ઘરે પહોંચ્યા

અમદાવાદ : કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલેલી ભારે મથામણ બાદ કોંગ્રેસના નેતાઓએ અમદાવાદના બાકીના ઉમેદવારોને મધરાતે 12 વાગ્યાથી ફોનથી મેન્ડેટ આપવાની નોબત આવી પડી હતી.

કોંગ્રેસ દ્વારા ફોનથી મેન્ડેટ આપવામાં આવી રહ્યા હોવાની ખબર જેમની ટિકિટ કોંગ્રેસ દ્વારા કાપવામાં આવી હતી. એમના સુધી પહોંચી જતા મધરાતે સરસપુર, બાપુનગર, રખિયાલ જેવા વિસ્તારોના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલના ઘરે રજુઆત માટે દોડી ગયા હતા જ્યાં રાતે 2 વાગ્યાના સુમારે ભારે હંગામો મચાવી દીધો હતો.

(10:50 am IST)