Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સુરત વૉર્ડ નંબર 3માંથી પાસના કાર્યકર ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી

ધાર્મિક માલવિયા સાથે ફોર્મ ભરવા માટે અલ્પેશ કથીરિયા પણ પહોંચ્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના ખાસ સાથી એવા પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કાર્યકર ધાર્મિક માલવિયાને ટિકિટ અપાઈ છે.


કોંગ્રેસે કરેલી જાહેરાત પ્રમાણે પાટીદાર અનામત આંદોલનના ચહેરા પૈકીનો એક ધાર્મિક માલવિયા કૉંગ્રેસની ટિકિટ પર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી લડશે. સુરતના વૉર્ડ નંબર ત્રણમાંથી પાસના કાર્યકર ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 3 વરાછા-સરથાણા-સીમાડા વોર્ડ પાટીદારોનો ગઢ છે. પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા અલ્પેશ કથીરિયાની નજીક મનાતા ધાર્મિક માલવિયા સાથે ફોર્મ ભરવા માટે અલ્પેશ કથીરિયા પણ પહોંચ્યો હતો.

(10:47 am IST)