Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સુરતમાં અચાનક કોરોના વકરતા 43,000 મકાનોમાં 1,50 લાખ લોકો ફરજીયાત ક્વોરેન્ટાઇન : લોકડાઉનની છૂટછાટ ભારે પડશે ?

સુરતમાં કોરોના વાયરસે અચાનક ઉપાડો લીધો છે,આજે બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 82 નવા કેસ નોંધાયા હતા પરંતુ રાત્રે 8-30 સુધીમાં નવા 14 કેસ ઉમેરાતા સુરતમાં 24 કલાકમાં 96 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા,કોરોના વકર્યો છે,ત્યાં ડીંડોલીની 56, ગોડાદરા વિસ્તારની 78 અને એકે રોડની 20 વસાહતોમાં 43,000 જેટલા ઘરોને કવોરેન્ટીન કરવાનો હુકમ કરવાંમાં આવ્યો છે, અહીં 1,50 લાખથી વધુ લોકો રહે છે,આ વિસ્તારો કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાશે

 

(10:42 pm IST)