Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સુરત: વરાછામાં ભીમ અગિયારસ નિમિતે કારખાનાની ઓફિસ સહીત મકાનના ધાબા પર જુગાર રમતા શખ્સોને પોલીસે બાતમીના આધારે રોકડ સાથે ઝડપી પાડ્યા

સુરત: શહેરમાં ભીમ અગીયારસ નિમિત્તે વરાછામાં કારખાનાની ઓફિસમાં, કાપોદ્રામાં કોમ્પ્યુટર રીપેરીંગની ઓફિસમાં અને મકાનના ધાબા ઉપર જુગાર રમતા 20 જુગારીને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ, મોબાઈલ ફોન, મપોટરસાયક્લ વિગેરે મળી કુલ રૂ.1.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે સચીન હોજીવાલા એસ્ટેટ સામે નહેર પાસે રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા 7 જુગારીને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.14,580 કબ્જે કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભીમ અગીયારસ નિમિત્તે સૌરાષ્ટ્રવાસીઓમાં જુગાર રમવાનું ચલણ છે. ગતરોજ ભીમ અગીયારસ હોય સુરતના વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં જુગાર રમનારાઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વરાછા પોલીસે ગતસાંજે દીવાળીબાગ સોસાયટી ખાતા ન.119 ના બીજા માળે ખાતાની ડાબી બાજુએ આવેલી ઓફીસમાં રેડ કરી હતી.

(5:41 pm IST)