Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

વડોદરા:લોકડાઉન બાદ ખુલેલ પાનમસાલા,તમાકુના વેપારીને ત્યાં જીએસટીના દરોડા

વડોદરા: લોકડાઉનના ગાળામાં ગુટકા, પાનમસાલા, અને તમાકુની બનાવટોનું બેફામ બ્લેકમાં વેચાણ કરાયુ હોવાની બાતમીના આધારે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ વડોદરા સહિત રાજયના આઠ  શહેરોમાં ૩૦ સ્થળે દરોડા પાડી કાર્યવાહી  શરૃ કરી હતી.

 જેમાં જીએસટી વડોદરા ડિવિઝનમાં ૬ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.  સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, નડિયાદ, ગોધરા, મોરબી,  કલોલ, ભિલોડા અને જામનગર મળી ૩૭ વેપારીઓને ત્યાં ૫૭ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.  કરચોરીની દ્રષ્ટિએ પાન-મસાલા, તમાકુ, સંવેદનશીલ છે. દરોડા બાદ હાલમાં  સ્ટોકની ગણતરી અને   બીજા હિસાબો, બિલબુકો વગેરેની ચકાસણી ચાલી રહી છે. ગોધરામાં પણ પ્રભુકૃપા એન્ટરપ્રાઈઝ ખાતે પણ દરોડો પાડવામાં આવ્યો હતો.

(5:40 pm IST)