Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ચોમાસા પહેલા બજારમાં પલાસ્ટીક,શેડનેટ અને તાડપત્રીની ખરીદી નીકળી

લોકોમાં પણ પ્રી મોનસુનની કામગ્રીનો ધમધમાટ શરુ : ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનોને ઢાંકવા તૈયારી

વલસાડ ; ધરમપુરના અંતરીયાળ વિસ્તારના ગામોમાં સાંજે થયેલી પવન સાથે વર્ષાને લઈ  બજારમાં પ્લાસ્ટીક, શેડનેટ અને તાડપત્રીની ખરીદી માટે વિવિધ સ્થળે ઘરાકી જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં નળિયા, પતરા ધરાવતા કાચા મકાનો તેમજ પેજારીમાં વરસાદી પાણીના ગળતરના નિવારણ માટે તેમજ શહેર વિસ્તારમાં વાછટીયા માટે ચોમાસા પૂર્વે પ્લાસ્ટીક, તાડપત્રી અને શેડનેટની ખરીદી લોકો કરતા હોય છે. અમીછાંટણાને પગલે પ્રસરેલી શીતલહેરને લઈ ગરમીમાંથી લોકોએ રાહત અનુભવી હતી.

(12:31 pm IST)