Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ગુજરાતી ફિલ્મ, મ્યૂઝીક આલ્બમ અને ટેલિવિઝનનું શૂટિંગ શરુ થશે

ફિલ્મના શૂટિંગ સમયે માત્ર 15 લોકો હાજર રહી શકશે

 

અમદાવાદ : લોકડાઉન દરમિયાન ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલત ધારે કફોડી થઇ  હતી  ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ જૂનિયર કલાકારોથી લઈને ક્રુ મેમ્બર્સ આર્થિક રીતે નુકશાન પહોંચ્યું છે ત્યારે  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ દિગ્ગજ કલાકારો ગુજરાત સરકાર સાથે સંપર્કમાં હતા. ગુજરાતના જાણીતા અભિનેતા અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ સીએમના અગ્રસચિવ અશ્વિનીકુમાર સાથે વાતચીત કરી એક પત્ર આપ્યો હતો જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી શરૂ કરવા માટેની પહેલ કરી હતી. બીજી તરફ જાણીતા નિર્માતા અભિલાષ ઘોડાએ પણ ગુજરાત સરકારને સતત સૂચનો કર્યા હતા. જેને ધ્યાનમાં લઇને આખરે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરવાની પરમિશન આપી દેવામાં આવી છે. જોકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટેલિવિઝન અને મ્યુઝિક આલ્બમનું શૂટિંગ માટે નિર્માતાઓએ ચોક્કસ ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.

   ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા અભિલાષ ઘોડાના જણાવ્યા પ્રમાણે સરકારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર ભરોસો રાખ્યો છે તેની સામે હવે દરેક નિર્માતાની જવાબદારીઓ પણ વધી છે. હવે દરેક નિર્માતાઓએ ચોક્કસ ગાઇડલાઇન તૈયાર કરવી પડશે એટલું નહીં શૂટિંગ દરમિયાન વપરાતા તમામ સાધનો સેનિટાઇઝ કરવા, દરેક વ્યક્તિ માસ્ક પહેરે અને શૂટિંગના લોકેશન ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય તે માટે પણ નિર્માતાએ ધ્યાન રાખવું પડશે. જો આવું નહીં થાય તો રાજ્ય સરકાર કડક પગલાં લઈ શકે તેમ છે. નિર્માતાએ ખાસ શૂટિંગના સ્થળની પસંદગી કરતી વખતે સ્થળની આજુ બાજુ કોરોના કેટલા કેસ આવ્યા છે અને તે વિસ્તાર અને તે સ્થળ ક્યાં ઝોનમાં છે તેની જાણકારી મેળવવી પડશે. જો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હશે તો ત્યાં શૂટિંગ નહીં થઈ શકે. એટલું નહીં ફિલ્મ કે મ્યુઝીક આલ્બમ શૂટિંગ સમયે માત્ર 15 લોકો લોકેશન પણ એકઠા થાય તેવી તૈયારીઓ કરવી પડશે. જો ભીડ કે લગ્નના શોટ મૂવી માટે લેવા હશે તો તે અંગે શોટ હાલ લઈ શકાશે નહી

(11:51 pm IST)