Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રાજપીપળા સિવીલ હોસ્પીટલમાં સામાજિક અંતર રાખવાના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈનનુ ચિર હરણ

બે વ્યક્તિ વચ્ચે ઓછા મા ઓછું છ ફુટનુ અંતર રાખવાના નિયમો નું ખુદ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારાજ ઉલંઘન : છ ફુટના બદલે એક ફુટના અંતરે કુંડાળા બનાવાયા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોવીડ-૧૯ ના વધી રહેલાં વ્યાપ વચ્ચે રાજપીપળા સિવિલ હોસ્પિટલમા સામાજિક અંતર મેઈન્ટેન કરાવવા મા સદંતર નિષ્ફળ હોય,જવાબદાર અધિકારીઓ પોતાની એ.સી.ચેમ્બરોમાથી બહાર આવી દવાખાનાની કથળેલી પરિસ્થિતિ જોવા રાજી નથી તેમ લાગે છે.આવી રીતે સિવિલ હોસ્પિટલમાં જ અવ્યવસ્થા હશે તો હોસ્પીટલ પોતેજ કોરોનાની ડીસ્ટ્રીબ્યુટર સાબિત થશે તેમ જણાઈ રહ્યું છે.

 

રાજપીપળા સિવિલ હોસ્પિટલ ની કેસ બારી ઉપર કેસ કઢાવવા આવનાર દર્દીઓ અને તેમનાં સગાંઓ યોગ્ય વ્યવસ્થાના અભાવે ઘેંટા બકરાંની જેમ ટોળાં વળી ઉભા હોય છે ક્રમાનુસાર કેસ કઢાવવાની કોઈ વ્યવસ્થા નથી, કેસ કાઢનાર કોન્ટ્રાક્ટ ઉપર ના કર્મચારીઓ કેસ કઢાવવા આવનાર દર્દીઓ જો લાઈન બાબતે કર્મચારીઓ નુ ધ્યાન દોરે તો એમની સાથે તોછડાઈ ભર્યુ વર્તન કરે છે.
 રાજપીપળા સિવિલ હોસ્પિટલનો વહીવટ ખાડે ગયેલો છે, વ્યવસ્થા માત્ર કાગળ ઉપરજ બોલી રહી છે, મુદ્દો સાફ સફાઈ કે ચોખ્ખાઈ નો હોય રાજપીપળા સિવિલ હોસ્પિટલ પોતેજ બિમારીનુ કેન્દ્ર હોય તેવી બદતર હાલત થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલ ના કંપાઉન્ડ મા ઠેર ઠેર ગંદકી અને કચરા ના ઢગ ખડકાયા છે.પ્રસુતિ વિભાગ અને ડાયાલીસીસ વિભાગ તરફ થી નિકાલ કરવામા આવતું ગંદુ અને ભારે દુર્ગંધ મારતુ પાણી જાહેર મા વહી રહ્યું છે, ડ્રેનેજ ના ઢાંકણા ખુલ્લાં હોવાથી આખાં કંપાઉન્ડ મા ભારે દુર્ગંધ મારે છે, તંદુરસ્ત વ્યક્તિ પણ બિમાર પડી જાય તેવુ રાજપીપળા હોસ્પીટલ નુ વાતાવરણ છે, કામગીરી ના નામે એક બિજા ઉપર દોષારોપણ કરવામા આવે છે.
આમ રાજપીપળા સિવિલ હોસ્પિટલ પોતેજ બિમારી નો અડ્ડો બને ગઈ હોય તેમ જણાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં થી આવતાં આદિવાસી દર્દીઓ અજાણતામા રાજપીપળા સિવિલ હોસ્પિટલમા થી કોરોના ની ઘાતક બિમારી નો ચેપ લઈ ને જાય તેવા સંજોગો નુ નિર્માણ થવા પામ્યુ છે.ત્યારે એસી ચેમ્બરો માં બેસી કામ કરતા અધિકારીઓ દર્દીઓ અને સ્ટાફ ના હિત માં કામ કરે તે ખાસ જરૂરી છે.

 

(8:55 am IST)