Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

'સોનચિડીયા'ના તમામ કલાકારોએ મેલા કપડામાં જ સમગ્ર ફિલ્મનું શુટીંગ પુરૂ કર્યુ!

વાસ્તવિકતા લાવવા બધાએ ભરપુર મહેનત કરી

મુંબઇ તા. ૧૭: હાલમાં જ રિલીઝ થયેલા ફિલ્મ 'સોન ચિડીયા'ના ટ્રેલરને લોકોએ ખુબ પસંદ કર્યુ છે. પાત્રોને વાસ્તવીક બનાવવા માટે કલાકારોએ માત્ર એક જ પોષાક સાથે આ ફિલ્મનું શુટીંગ પુરૂ કર્યુ હતું! વળી દિલચશ્પ બાબત એ છે કે તમામ પાત્રોના કપડાને ધોવામાં પણ આવ્યા નહોતાં! ડાકૂઓના રોલને વાસ્તવીક બનાવવા આમ કર્યુ હતું.

જેમ જેમ ફિલ્મનું કામ આગળ વધતુ ગયું તેમ તેમ કપડા વધુ ગંદા અને મેલા થતાં ગયા હતાં. આમ છતાં સોનચિડીયાના તમામ પાત્રો આ એક જ પોશાક સાથે કામ કરવા વધુ ને વધુ ઉત્સુક હતાં. બધાને એક યથાર્થવાદી અનુભવ થઇ રહ્યો હતો. તમામ પાત્રોએ પુરેપુરી મહેનત કરી હતી. સોનચિડીયા ૧૯૭૦ના દશકની કહાની છે. જેમાં એક નાનકડુ શહેર કઇ રીતે ડાકુઓ દ્વારા શાસિત અને પ્રભુત્વ ધરાવે છે તેની વાત છે. સત્તા મેળવવા અનેક ટોળકીઓ લડાઇ કરતી જોવા મળે છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સુશાંતસિંહ રાજપૂત, ભૂમિ પેડનેકર, મનોજ બાજપેયી, રણવીર શોૈરી, આશુતોષ રાણા છે. અભિષેક ચોૈબે દ્વારા નિર્દેશીત આ ફિલ્મમાં ધમાકેદાર એકશન પણ છે. મધ્યપ્રદેશના પહાડી વિસ્તારોમાં આ ફિલ્મનું શુટીંગ થયું છે.મધ્યભારતના ડાકુઓના શાનદાર ગોૈરવની ઝલક જોવા મળશે.

(1:02 pm IST)