Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

વેબ સીરીઝ 'આર્ય'થી ડિજિટલ પદાર્પણ કરશે અભિનેત્રી સુષ્મિતા સેન

મુંબઈ: બોલિવૂડની સુંદર અભિનેત્રી સુષ્મિતા સેન વેબ સીરીઝ 'આર્ય'થી ડિજિટલ ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. આ વેબ સિરીઝનું નિર્દેશન રામ માધવાનીએ કર્યું છે. હાલમાં જ આ વેબ સિરીઝમાંથી સુષ્મિતાનો ફર્સ્ટ લૂક બહાર આવ્યો છે. સુષ્મિતા સેને 'આર્ય'ના પોતાના પહેલા લુકનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.વેબ સીરીઝ 'આર્ય'ના ફર્સ્ટ લુકમાં સુષ્મિતા ખૂબ એથ્લેટિક લાગે છે. વીડિયોમાં તે એરિયલ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. સુષ્મિતાનો આ લુક ચાહકોને આકર્ષિત કરી રહ્યો છે. જો કે, આ વેબ સિરીઝ વિશે હજી સુધી કોઈ વિશિષ્ટ માહિતી નથી. સુષ્મિતાના ફર્સ્ટ લુકને ધ્યાનમાં લેતા અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તે 'આર્ય'માં ગુનાની તપાસ કરનારની ભૂમિકામાં જોવા મળી શકે છે. સુષ્મિતાની આ વેબ સિરીઝને લઈને ચાહકો ઉત્સાહિત છે. આ વેબ સિરીઝ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. વેબ સીરીઝ 'આર્ય' ની વાર્તા રાજસ્થાનની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જેમાં સુષ્મિતા મુખ્ય પાત્રમાં છે. આ વેબ સિરીઝનું નિર્દેશન રામ માધવાણીએ કર્યું છે. વર્ષ 2016 માં રામ માધવાનીએ સોનમ કપૂરની ફિલ્મ નીરજાનું નિર્દેશન કર્યું હતું.સુષ્મિતા સેન છેલ્લે 2010 માં આવેલી ફિલ્મ 'નો પ્રોબ્લેમ' માં બોલિવૂડમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અનિલ કપૂર, સંજય દત્ત, કંગના રાનાઉત અને અક્ષયે ખન્ના જોવા મળ્યા હતા. આ પછી, 2015 માં, સુસ્મિતા બંગાળી 'નિર્બક'માં દેખાઇ, જેનું નિર્દેશન શ્રીજીત મુખર્જીએ કર્યું હતું. હવે લાંબા સમય પછી સુષ્મિતા અભિનયની દુનિયામાં વાપસી કરી રહી છે.

(5:27 pm IST)