Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

એકતા કપૂર કરી રહી છે નાગિન-૫ની તૈયારી

એકતા કપૂરે કલર્સ ચેનલ પર આપેલા નાગિન શોની દરેક સિઝનને દર્શકોએ પસંદ કરી છે. હાલમાં નાગિન-૪ ચાલી રહી છે. લોકડાઉનને કારણે બંધ થઇ ગયેલો આ શો લોકડાઉન ખુલતાં જ આગળ વધશે અને ફટાફટ અંતિમ ચરણમાં લઇ જવામાં આવશે. આ પછી નાગિન-૫ને ધમાકાભેર રજૂ કરાવમાં આવશે. ચોથી સિઝનમાં નિયા શર્મા, જસ્મીન ભસીન, અનિતા હસનંદાની, વિજયેન્દ્ર કુમારીયા સહિતે મુખ્ય ભુમિકા નિભાવી છે. એકતાએ કહ્યું હતું કે મને નાગિન-૪ વિશે સતત સવાલો પુછવામાં આવી રહ્યા છે. મારે સ્પષ્ટતા કરવી છે કે અમે અધવચ્ચેથી નાગિન-૪ શરૂ કરી શકીએ નહિ. આથી અમે તેનો ઝડપથી અંત લાવીશું. એટલે કે હાલની સિઝન પુરી કરવામાં આવશે અને એ પછી નાગિન-૫ લાવીશું. અમે નવી પાંચમી સિઝનમાં અગાઉ કરતાં પણ વધુ સારી રીતે મનોરંજન આપવા પ્રયાસ કરીશું. જો કે એ પહેલા ધમાકેદાર ફાઇનલ આપવાની અમે તૈયારી કરી રહ્યા છીએ.

(9:31 am IST)