Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2024

સુત્રાપાડાના ઉદ્યોગપતિ દિલાવરભાઇ મોરીનો જન્‍મદિવસ

(રામસિંહ મોરી) સુત્રાપાડા, તા., ૧૮: પિતાશ્રીના સંસ્‍કારોને ધ્‍યાનમાં લઇ ઔદ્યોગીક ક્ષેત્રે હરણફાળ પ્રગતી કરતા સુત્રાપાડા ગામના દિલાવરસિંહ એલ.મોરીએ ઘર બેઠા કરી છે અને આજે સમગ્ર સૌરાષ્‍ટ્રમાં તેમના ઉત્‍પાદનની અનેક વસ્‍તુ બજારમાં મીનીટોમાં વેચાણ થઇ રહી છે.

 

ઘણી વસ્‍તુઓનું ઉત્‍પાદન તેને શરૂઆતમાં ૧૯૯૩ થી જયેશ વોશીંગ પાઉડરના નામની ડીટર્જેન્‍ટ પાઉન્‍ડરનું ઉત્‍પાદન શરૂ કરેલ જેના ઉપરાંત દિવસ રાત સખત મહેનત કરી પોતાની પ્રોડકટને ધનીજ પ્રખ્‍યાત બનાવી છે. તેમના ધંધાનું મુખ્‍ય ઉદાહરણ છે કે કવાલીટી સાથે કયારેય બાંધછોડ  ના કરવી. ઉપરાંત પોતાના ધંધામાં ગ્રાહક મિત્રો તેમજ વેપારી મિત્રોના ફાયદાને સ્‍થાન પ્રાધાન્‍ય આપે છે. પોતે ડીટર્જન્‍ટ પાઉડરમાં ત્રણ કવાલીટીના પાઉડરનું ઉત્‍પાદન કરે છે.

ઔદ્યોગીક ક્ષેત્રની સાથે સાથે શિક્ષણના ક્ષેત્રનો પાયો મજબુત રીતે પાથરી આ વિસ્‍તારમાં બાળકોના ભાવીને ઉજળુ બનાવવા પણ સફળ બની રહયા છે. શૈક્ષણીક ક્ષેત્રે પણ ઘણુ નામ ધરાવે છે. પોતાના ટ્રસ્‍ટ હેઠળ ધોરણ ૧ થી ૧૦ સુધી પ્રાથમીક અને માધ્‍યમીકના વર્ગો માણસ વિદ્યાલયના નામથી શાળા ચલાવી જ્ઞાનની અમુલ્‍ય શિક્ષણ શીખવે છે. પોતાના ટ્રસ્‍ટમાં આઇ.ટી.આઇ.ના વિષયોની સાથે સાથે સામાજીક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રમાં પણ ઘણુ મોટુ નામ ધરાવે છે. તેમના સ્‍વ. પિતાશ્રી લખમણભાઇ ભામાભાઇ મોરી, સુત્રાપાડા ખાતે ૪૦ વર્ષ સુધી સરપંચ પદે રહી સમગ્ર પંથકમાં ઉદ્યોગ ક્ષેત્રે ઘણુ મહત્‍વનું યોગદાન આપેલ અને આગવુ સ્‍થાન ધરાવતા હતા તેમના સમય દરમ્‍યાન આ વિસ્‍તારમાં પાંચ ખાંડસરી ફેકટરી, આપત જગદંબા (ખાંડસરી) તથા કાણેક બરડા (ભવાની ખાંડસરી) તે સમયમાં પોતાના કારડીયા રાજપુત બધુ મેગેઝીનમાં તો ઔદ્યોગીક ક્ષેત્રે તો તેમના બિરલા ટાટા તરીકે બિરૂદ આપવામાં આવેલ એકંદરે દિલાવરસિંહ એ પોતાના પિતાશ્રીના સંસ્‍કારોને વારસો સંભાળી સામાજીક રાજકીય અને ઔદ્યોગીક ક્ષેત્રે આગવુ સ્‍થાન પ્રાપ્ત કરી રહયા છે.

 તેઓની મુખ્‍ય વિશેષતા એ છે કે કોઇ સાથે દગાબાજી કરવી નહી અને તેમની સાથે કોઇ દગો કરે તો કોઇ કાળે તેમની સાથે વ્‍યવહાર કરવો નહી એવા સિધ્‍ધાત સાથે ગૃહ ઉદ્યોગ ચલાવી રહયા છે. આ વ્‍યકિતને મળતા ઘણા જ ઉપયોગી અને પોતાના નામ  પ્રમાણેના ગુણ ધરાવે છે. તેમજ હર હંમેશ જરૂરીયાત મંદ લોકો સાથે ઉભા રહે છે. તેમજ પોતાની હોટેલ મૌર્ય ઇનમાં કોરોના વખતે બહારગામથી આવતા સરકારી કર્મચારીઓને પણ ફ્રીમાં રૂમ આપવામાં આવતો હતો. (મો. નં. ૭૩૮૩૪ ૩ર૩ર૪, ૯૯૦૪૦ ૩૦૯૦૮).

 

(12:28 pm IST)