Gujarati News

Gujarati News

  • સુરત મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર હિતેન્દ્ર સુથારનું કોરોનાથી નિધન : સુરત મહાનગરપાલિકાના કર્મચારીનું પણ કોરોનાને કારણે મોત થયાના સમાચાર મળ્યાં છે. મનપા કર્મચારી હિતેન્દ્ર સુથાર જેઓ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા તેમનું પણ આજે નિધન થયું હતું. સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તે પરિસ્થિતિની સાબિતી આ સમાચાર આપી રહ્યાં છે. access_time 1:40 pm IST

  • અમદાવાદ સોની મહાજન વેપારીઓ બંધ પાળશે : અમદાવાદ સોની મહાજન વેપારીઓએ ૧૭ અને ૧૮ એપ્રિલના રોજ સ્‍વયંભુ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે : સોની મહાજન કારોબારીમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો access_time 1:10 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : પહેલીવાર મૃત્યુઆંક 1 હજારથી વધુ : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રોજ નવા રેકોર્ડ સર્જતાં કેસથી ભારે ફફડાટ : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,85,104 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,38,71,321 થઇ :એક્ટિવ કેસ 13,60,867 થયા : વધુ 82,231 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,23,32,688 સાજા થયા :વધુ 1026 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,72,115 થયો : દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 60,212 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 17,963 કેસ, છત્તીસગઢમાં 15,121 કેસ, દિલ્હીમાં 13,468 કેસ અને કર્ણાટકમાં 8778 કેસ નોંધાયા access_time 12:45 am IST