Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સિરીઝ અધૂરી છોડીને સ્વદેશ રવાના સાઉથ આફ્રિકન મહિલા ટીમ

બાંગ્લાદેશમાં કોરોનાનો કહેર વધતા

નવીદિલ્હીઃ પાંચ વન-ડે મેચની સિરીઝ માટે બાંગલાદેશ ગયેલી સાઉથ આફ્રિકન મહિલા ટીમ હવે સિરીઝ અધૂરી મૂકીને સ્વદેશ રવાના થઈ ગઈ છે. સિરીઝની ચાર મેચ રમાઈ ગઈ છે અને પાંચમી અને છેલ્લી મેચ આજે મંગળવારે રમાવાની હતી, પણ એ પહેલાં બન્ને દેશનાં ક્રિકેટ બોર્ડ સાથે મળીને આ મેચ રદ કરીને આફ્રિકન ટીમને સ્વદેશ રવાના કરવામાં લાગી ગયાં હતાં.

બાંગલાદેશમાં કોરોનાનો કેર વધતાં આવતીકાલથી એક અઠવાડિયું લોકડાઉન લાગી શકે છે અને એથી ઈન્ટરનેશનલ એર ટ્રાવેલ પર પણ પ્રતિબંધ લાગી શકે છે.

(3:39 pm IST)
  • હોલમાર્ક વગરના સોના - ઝવેરાત અંગે સરકારનો મોટો નિર્ણય : 1 જૂનથી વેચી નહીં શકાય : સરકારે મંગળવારે કહ્યું છે કે તે 1 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી અને ઉત્પાદનો માટે ફરજિયાત હેલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોલ્ડ હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર છે અને હાલમાં સ્વૈચ્છિક છે. access_time 12:16 am IST

  • કેન્‍દ્રના કેબીનેટ મંત્રી સંતોષ ગંગવાર તથા ભાજપના અગ્રીમ હરોળના નેતા અનિલ બલૂની કોરોના પોઝીટીવમાં સપડાયા છે access_time 1:11 pm IST

  • કેરળમાં ખાલી પડેલી રાજ્યસભાની 3 સીટ ઉપર 30 એપ્રિલના રોજ ચૂંટણી : હાઇકોર્ટે ધારાસભાનું સત્ર 2 મે ના રોજ પૂરું થતું હોવાથી ત્યાર પહેલા ચૂંટણી યોજવાનો આદેશ કર્યો હતો access_time 12:53 pm IST