Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

નીતીશ રાણાનું અનોખું સેલિબ્રેશન દોસ્તો માટે હતું

નવી દિલ્હીઃ કલકત્તાની શાનદાર જીતનો હીરો હતો ઓપનર નીતીશ રાણા. રાણાએ પહેલી જ મેચમાં આક્રમક હાફ- સેન્ચુરી ફટકાર્યા બાદ અનોખી રીતે સેલિબ્રેશન કર્યું હતું. જેનો લોકો અલગ- અલગ મતબલ સોશ્યલ મીડિયામાં થવા લાગ્યો હતો. ઘણાને લાગ્યું કે તેણે તેની વેડિંગ- રિંગ બતાવીને પત્નીને આ ઈનિંગ્સ સમર્પિત કરી હતી. જો કે મેચ બાદ નીતિશે ખુલાસો કર્યો હતો કે એ સેલિબ્રેશન મારા મિત્રો માટે હતું. મારા મિત્રોને પંજાબી પોપ સોન્ગ 'બ્રાઉન મુંડે...' ખૂબ પસંદ છે અને મેં તેમને કહ્યું કે જો મને મોકો મળશે તો હું એ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરીશ. નીતીશે ગઈ સીઝન વખતે તેના સસરાનું નિધન થતાં તેણે હાફ સેન્ચુરી બાદ ખિસ્સામાંથી તેના સસરાના નામનું ટી- શર્ટ કાઢીને બતાવ્યું હતું.

(3:40 pm IST)