Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પીપાવાવ પોર્ટમાં પરિવારનાં વાયરલ વિડિયો અંગે વનવિભાગ દ્વારા તપાસ

રાજુલા, તા.૨૯: અમરેલી જીલા માં આવેલ કોસ્ટલ બેલ્ડ રાજુલા પંથકમા સિંહોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ખાસ કરી પીપાવાવ પોર્ટ હવે સિંહો નુ નિવાસસ્થાન બન્યુ છે તે હવે સાબીત થઈ રહ્યું છે સતત સોશ્યલ મીડિયા પર સિંહોના વિડિયો વાયરલ થતા રહે છે ત્યારે ફરીવાર એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે તેને લઈ ને રાજુલા વનવિભાગ પણ તપાસ શરૂ કરી છે આ વિડિયોમા સ્પષ્ટ પણ દેખાય રહ્યું છે પોર્ટની અંદર કન્ટેનર યાડ નજીક મુખ્ય ગેટ અંદરનો વિડિયો જોવા મળી રહ્યો છે પીપાવાવ પોર્ટના કોઈ પરપ્રાંતી ઓફિસર સિંહ જોય રહ્યા છે અને અન્ય મોબાઈલ ધારક દ્વારા આ વિડિયો ઉતાર્યો હોવાનુ સ્પષ્ટ થાય છે આ આ પ્રકારનો વિડિયો વાયરલ થતા વનવિભાગ હરકતમા આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સાથે સાથે મહત્વની બાબત તો એ છે અહીં પીપાવાવ પોર્ટ અંદર અને આસપાસ ઉધોગો મા સિંહણ સિંહ સિંહબાળ આખો પરિવાર મોટી માત્રા મા વસવાટ કરી રહ્યો છે ત્યારે આ એશિયાટિક સિંહો માટે પીપાવાવ પોર્ટ દ્વારા કોઈ સુરક્ષા અને તેમની જાળવણી માટે કોઈ પ્રકાર ની વ્યવસ્થા ઉભી નથી કરી જેને લઈ ને પર્યાવરણ પ્રેમી ઓ મા પોર્ટ સામે વધુ નારાજગી જોવા મળી રહી છે સાથે સાથે પોર્ટ ના ઓફિસરો અને પરપ્રાંતી માણસો અહીં સિંહો ની જાળવણી કરવા ના બદલે વધુ પડતા સિંહ દર્શન અને હેરાનગતી કરતા જોવા મળે છે આજે પણ આ વિડિયો શોશયલ મીડિયા પર વાયરલ થયો છે તેમા પીપાવાવ પોર્ટ નુ જેકેટ પહેરેલ માણસ પરપ્રાંતી કાર મા બેસી સિંહ દર્શન કરી રહ્યા છે સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે સિંહો ના મારણ ઉપર ખલેલ પોહચાડી સિંહના ટોળાને પરેશાન કરી રહ્યા છે ત્યારે પોર્ટ ની મનમાની સામે વધુ નારજગી સતત જોવા મળી રહી છે જોકે વિડિયોના સમગ્ર મામલે રાજુલા આર.એફ.ઓ.તેજસ ચૌધરી ની ટીમ પીપાવાવ પોર્ટ મા તપાસ કરી રહી છે કાર મા દેખાયેલા વ્યકિત કોણ છે કેમ ત્યા ઉભા હતા અને સિંહના મારણ ની ઘટના તાજેતર મા બની છે તો કયારે બની છે અને અન્ય કેટલા લોકો દ્વારા અહીં સિંહો ને હેરાનગતિ કરી છે કે કેમ? સહિત મુદ્દે તપાસ હાથ ધરી છે જોકે સિંહના એક સાથે ટોળા એ કોઈ પશુનુ ધોળા દિવસે આ રીતે શિકાર કર્યાની ઘટના પ્રથમ હોય શકે અને વિડિયો તાજેતરનો હોવાનુ મનાય રહ્યુ છે.

રાજુલા કોસ્ટલ વિસ્તારના સિંહ ના જાણકાર અને પર્યાવરણ પ્રેમી વિપુલભાઈ લહેરી એ જણાવ્યું હતુ પીપાવાવ પોર્ટ એશિયા ની આટલી મોટી કંપની અને સિંહો ત્યા રહે છે તો એક પીવા ના પાણી ની કુંડી પણ નથી બનાવી અને વરસાદી માહોલ ના કારણે યુરિયા નુ પ્રદુષિત પાણી પણ સિંહો દ્યણી વખય પીવે છે અહીં પોર્ટ ના કારણે ગમે ત્યારે મોટી દુર્દ્યટના પણ બનશે અને પર્યાવરણ પ્રેમી આ મુદ્દે અનેક વખત રજુઆત પણ કરી છે

રાજુલા આર.એફ.ઓ.તેજસ ચૌધરી નો સંપર્ક કરતા કહ્યું  હતુ વિડિયો અંગે પીપાવાવમા તપાસ શરૂ છે કયારનો વિડિયો છે સમગ્ર ઘટના શુ છે તેને લઈને વનવિભાગ તપાસ કરી રહ્યુ છે.

(1:11 pm IST)