Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ધોરાજી : પ્લાસ્ટ વિઝનનું લોન્ચીંગ તથા રોડ શો

ધોરાજી તા.૨૯ : ઓલ ઇન્ડિયા એશો. અને પ્લાસ્ટીક એશો. દ્વારા પ્રથમ વખત મુંબઇ યોજાનાર પ્લાસ્ટ વિઝનનો લોન્ચીંગ અને રોડશો કાર્યક્રમ તા.૧ ડીસે.ના રવિવારે દેવ પાર્ટી પ્લોટમાં આયોજન કરેલ છે.

આ કાર્યક્રમમાં કેબીનેટ મીનીસ્ટર જયેશભાઇ રાદડીયા પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઇ ધડુક તથા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયા ઉપસ્થિત રહેશે. તેમજ ઓલ ઇન્ડિયા પ્લા. એશો.ના કૈલાશ બી. મુરકરા, જગત કીલાવાલા, રાજુ દેસાઇ, ચંદ્રકાત તુરખીયા, મયુર શાહ, અજય દેસાઇ વગેરે હોદ્દેદારો માર્ગદર્શન આપશે.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધોરાજી પ્લા. એશો. પ્રમુખ દલસુખભાઇ વાગડીયા, મંત્રીશ્રી ગૌતમ વઘાસીયા, રાજુભાઇ જયસુખભાઇ ડોબરીયા તેમજ તમામ કારોબારી સભ્યો આ રોડ શો સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:12 pm IST)